Home Bharuch ઝઘડિયા GIDC ફાયરિંગ અને તોડફોડમાં મુખ્ય આરોપીના સુપરવાઈઝરના જામીન કોર્ટે ફગાવ્યા…

ઝઘડિયા GIDC ફાયરિંગ અને તોડફોડમાં મુખ્ય આરોપીના સુપરવાઈઝરના જામીન કોર્ટે ફગાવ્યા…

0

Published by : Rana Kajal

  • આરોપીઓએ આતંક મચાવી ઔદ્યોગિક વિકાસ રૂંધવાનું કાવતરું ઘડ્યું હોવાની સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય
  • 10 રાઉન્ડ ફાયરિંગ અને 20 ગાડીઓની તોડફોડમાં 22 ની ધરપકડ કરાયેલી

ઝઘડિયા GIDC માં કરોડોના કંપની કોન્ટ્રાકટ માટે આડેધડ ફાયરિંગ અને 20 વાહનોની તોડફોડમાં મુખ્ય આરોપીના સુપરવાઇઝરે મુકેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

ઝઘડિયા GIDC ની આરતી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે 3 જૂને કરોડોના કંપની કોન્ટ્રાકટ મુદ્દે એક જૂથે બીજા જૂથ સામે 10 રાઉન્ડ ગોળીબાર અને 20 થી વધુ વાહનોની તોડફોડ કરી હતી.

ગંભીર ઘટનામાં પોલીસે FIR દાખલ કરી મુખ્ય આરોપી એવા જયમીન પટેલ સહિત 22 ની ધરપકડ કરી રીમાન્ડ મેળવવા સાથે પિસ્તોલ, 5 કાર સહિતના હથિયારો કબ્જે કર્યા હતા.

આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતાં તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. દરમિયાન આરોપી ધવલ પટોડીયાએ જામીન અરજી મૂકી હતી.

આરોપી ધવલ ગોપાલભાઈ પટોડીયાની જામીન અરજી અંગે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ આરોપીઓએ આતંક ફેલાવી ઔદ્યોગિક વિકાસ રૂંધવાનું કાવતરું ઘડ્યું હોવાની દલીલ કરી હતી.

વધુમાં મુખ્ય આરોપી જયમીન પટેલનો સુપરવાઈઝર એવો ધવલની ઘટના સમયે સ્થળ પર હાજરી હતી. જેના મોબાઇલમાંથી વાંધાજનક વાતચીતની કલીપ મળી આવી છે. જેની તપાસની જરૂર હોવાની દલીલ કરાઈ હતી.સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version