Published by : Vanshika Gor
ઈલોન મસ્કે મંગળવારે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને ઈલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરવા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે.
મસ્કે તેમના એકાઉન્ટ પર એક ખુશ કરતી પોસ્ટ પણ શેર કરી જેમાં કારમાં ડોજ મીમ(જેમાં શિબા ઈનુનો ચહેરો જોવા મળે છે) અને પોલીસ અધિકારી, જે તેના ડ્રાઇવિંગ લાઈસન્સને જુએ છે તેવું બતાવે છે કે તેનો ફોટો જ બદલાઈ ગયો છે. ખાસ વાત એ છે કે ટ્વિટરની મોબાઈલ એપમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. ટ્વિટર પર એક ટ્વિટ કરતાં ઈલોન મસ્કે લખ્યું હતું કે વાયદા અનુસાર. કામ પૂરું થયું. ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે 44 અબજ અમેરિકી ડૉલરમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું.