Published by : Rana Kajal
- વર્ષો અગાઉ સૌરાષ્ટ્રથી તમિલનાડુ સ્થળાંતર કરેલ વ્યક્તિઓ સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન
ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી..તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.17 થી 30 એપ્રિલ ગુજરાત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. મોહંમદ ગઝની અને અલાઉદ્દીન ખિલજીએ કરેલ આક્રમણ બાદ સૌરાષ્ટ્રમાંથી કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું હતું.અને તમિલનાડુ ખાતે સ્થાયી થયા હતા..તેઓ સૌરાષ્ટ્ર તમિલિયન તરીકે ઓળખાય છે..તમિલનાડુમાં વર્ષો પહેલા ગુજરાતીઓ સ્થળાંતરિત થયા હતા તેઓનો ફરી એકવાર સૌરાષ્ટ્ર સાથે સંગમ કરાવવાનો હેતુ આ કાર્યક્રમ થકી છે.મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે..વડોદરા ખાતે અને એકતા નગર ખાતે કાર્યક્રમ યોજાશે..સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમમાં ભાષા, સંસ્કૃતિ અને શિક્ષણનું આદાન પ્રદાન થશે.. કેન્દ્ર સરકાર દ્વારા 10 દિવસ માટે સ્પેશિયલ 10 ટ્રેન દોડાવવામાં આવશે.9 મંત્રીઓ આમંત્રણ આપવા તમિલનાડુ ગયા હતા..આ કાર્યક્રમમાં 5000 થી વધુ લોકો આવશે.તેઓએ વડોદરામાં રામનવમીના દિવસે થયેલ પથ્થરમારા સંદર્ભે જણાવ્યું હતું કે યાત્રા ઉપર પત્થર મારવો એ ગંભીર બાબત છે.. અમે બારીકાઈથી visual જોયા છે. જેઓ શહેર છોડીને ભાગી ગયા છે તેઓને પણ પકડાશે.
( ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા )




