Home News Update My Gujarat તારીખ પે તારીખ…તારીખ પે તારીખ…27 હજારથી વધુ કેસ 20 વર્ષ કરતાં વધારે...

તારીખ પે તારીખ…તારીખ પે તારીખ…27 હજારથી વધુ કેસ 20 વર્ષ કરતાં વધારે સમયથી ન્યાયની વાટ જુએ છે!

0

Published by : Anu Shukla

ફિલ્મનો પ્રસિધ્ધ થયેલ ડાયલોગ.. તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. હવે વાસ્તવમાં બિલકુલ સાચો જણાઈ રહયો છે…

હાલમા ગુજરાત હાઇકોર્ટમાં જ 1.61 લાખ કેસ પેન્ડિંગ છે જેમા 82 હજાર કેસ સિનિયર સિટિઝન્સના અને 1 લાખથી વધુ કેસ મહિલાઓના કેસો પેન્ડિંગ છે. તે સાથે ગુજરાત હાઇકોર્ટમાં 24 તથા અન્ય અદાલતોમાં 431 જજની ઘટ જણાઈ રહી છે. આ સાથેજ દેશની અદાલતોમાં અંદાજે 4 લાખ કેસ 25 વર્ષથી પણ વધુ સમયથી પેન્ડિંગ છે, જેમાં 1.24 લાખ કેસ રાજ્યોની હાઇકોર્ટમાં તો 2.76 લાખ કેસ અન્ય અદાલતોમાં છે. સુપ્રીમકોર્ટમાં 25 વર્ષથી વધારે જૂના 81 કેસ છે. આ તમામ માહીતી રાજ્યસભામાં ગુરુવારે અપાઇ હતી. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના આંકડા પ્રમાણે ગુજરાતમાં 27 હજારથી વધારે કેસ એવા છે જે 20 વર્ષથી પણ જૂના છે. એમાં 3000થી વધુ કેસ 30 વર્ષથી પેન્ડિંગ છે.

ગુજરાત હાઇકોર્ટમાં 1.61 લાખ કેસ પેન્ડિંગ છે જેમાં 1.05 લાખ સિવિલ કેસ અને 56 હજારથી વધારે ક્રિમિનલ કેસ છે, જેમાં 40 હજાર કેસ 5થી 10 વર્ષ જૂના છે. 20 હજાર કેસ 10થી 20 વર્ષ જૂના છે. 1300થી વધારે કેસ 20 વર્ષથી પણ વધારે જૂના છે.

નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાં અદાલતોમાં કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવાનાં કારણોમાં સૌથી વધારે કારણ એ આપવામાં આવી રહ્યું છે કે એક કે એકથી વધારે આરોપીઓ ફરાર હોય છે અથવા તો અદાલત સમક્ષ હાજર થતા નથી. ઘણા કેસોમાં સાક્ષીઓની સંખ્યા 20થી પણ વધારે હોય છે. કેસમાં મહત્ત્વના સાક્ષીઓની હાજરીનો મોટો પ્રશ્ન હોય છે જેના કારણે કેસની પ્રક્રિયા આગળ વધવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. આવાં કારણોસર અદાલતો દ્વારા પણ વારંવાર નવી તારીખો આપવામાં આવતી હોય છે. ઘણા કેસોમાં પક્ષકારો જ નિષ્ક્રિય થઇ જતા હોય છે. મુખ્ય કેસમાં વિવિધ પ્રકારની અરજીઓ થવાથી પણ કેસના સમયને અસર પહોંચે છે. વિવિધ અદાલતો દ્વારા સ્ટે આપવાના કારણે પણ કેટલાક કેસ અટકી પડે છે.

હાલમા રાજ્યસભામાં આપવામાં આવેલી વિગતો મુજબ દેશમાં કુલ 1,390 કેસ એવા છે જે 50 વર્ષથી પણ વધારે સમયથી પેન્ડિંગ છે. જેમાં 992 સિવિલ કેસ અને 398 ક્રિમિનલ કેસ છે. સૌથી વધારે આવા 572 કેસ ઉત્તરપ્રદેશમાં છે. લોકસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટમાં 52 જજોની મંજૂરી સામે હાલમાં 28 જજો છે એટલે કે 24 જજોની જગ્યા ખાલી છે. અન્ય અદાલતોમાં કુલ સ્ટ્રેન્થ 1,582ની સામે 431 જગ્યાઓ ખાલી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version