ભારત દેશની સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સરહદો નજીકના વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોની વિગતો ભેગી કરી સર્વે કરાવવા જઇ રહી છે. જેની શરૂઆત રાજસ્થાન રાજ્યથી થશે. સરહદી રાજયોની તમામ માહિતી કેન્દ્રીય સ્તરે ભેગી થશે. સરહદી ગામોમાંથી સૈન્ય મૂવેન્ટ અને ગુપ્ત માહિતી લીક થયા પછી આ બાબતે નિર્ણય લેવાયો છે.
મળતી માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓની માંગ પર કેન્દ્ર સરકારે વર્ષ 2020માં આવો જ એક સર્વે પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કરાવ્યો હતો. જોકે, તે ખુબ નાના સ્તરે હતો. તેમાં અનેક એવા તથ્યો સામે આવ્યા હતા જે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઇ શકે એમ હતા. એટલે નિર્ણય લેવાયો છે કે હવે સરહદી વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકની તમામ વિગતોની પ્રોફાઇલ તૈયાર કરાશે. એમ જાણવા મળેલ છે… આ સર્વેમાં સરહદથી 50 કે 100 કિ.મી. વિસ્તારમાં રહેતા તમામ લોકોને સામેલ કરવામાં આવશે. જૉકે ગુપ્તચર એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં ફક્ત મુસ્લિમોની વસતી વધવાને ખતરનાક ગણાવ્યું છે. તેના આધારે બીએસએફનો દાયરો 100 કિ.મી. કરવાની ભલામણ કરાઇ હતી. જે નોંધપાત્ર બાબત છે.




