Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateદેશની પ્રથમ ઈલેક્ટ્રિક એર ટેક્સી બેંગ્લુરુના એરો ઈન્ડિયા શૉમાં રજૂ…

દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એર ટેક્સી બેંગ્લુરુના એરો ઈન્ડિયા શૉમાં રજૂ…

Published by : Anu Shukla

  • 160 કિ.મી.ની ઝડપે હવામાં ઉડીને જઈ શકશો, એકવારમાં 200 કિ.મી.સુધી ઉડશે
  • 2024ના અંત સુધી કે પછી 2025ની શરૂઆતમાં તેને લોન્ચ કરી દેવાશે

એ દિવસ દૂર નથી જ્યારે આપણે ઉડતી ટેક્સીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જઈશું. બેંગ્લુરુની બહાર યેલહંકા એરફોર્સ સ્ટેશન પરિસરમાં આયોજિત એરો ઈન્ડિયા શૉમાં દેશની પ્રથમ ઈલેક્ટ્રિક એર ટેક્સી રજૂ કરાઈ હતી.

આ એર ટેક્સીની વિશેષતા પર એક નજર

આ એર ટેક્સી એકદમ ખાસ છે. હાલ તેની ટ્રાયલ પર કામ ચાલે છે. આશા છે કે 2024ના અંત સુધી કે પછી 2025ની શરૂઆતમાં તેને લોન્ચ કરી દેવાશે. આ ટેક્સી 160 કિલોમીટરની ઝડપથી ઉડીને 200 કિ.મી. સુધી જઈ શકે છે. તે વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે. તે 200 કિગ્રા જેટલું વજન લઈ જઈ શકાશે એટલે કે પાઈલટ ઉપરાંત બે લોકો તેમાં બેસી શકશે. આ એર ટેક્સીની મદદથી શહેરની અંદર લોકોને અવર-જવર અને સામાન પહોંચાડવા માટે રોડની તુલનાએ 10 ગણું ઝડપથી કામ થઇ શકશે. જોકે તેનું ભાડું વર્તમાન ટેક્સી ભાડાથી બેથી ત્રણ ગણું વધારે હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security