Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022નીતિન પટેલે રાહુલ ગાંધીને લઈને કરી રમૂજ … ભારત જોડો યાત્રા ન...

નીતિન પટેલે રાહુલ ગાંધીને લઈને કરી રમૂજ … ભારત જોડો યાત્રા ન છોડતા..જો ગુજરાતમા આવશો તો જેટલું બચ્યું છે એ પણ જશે

વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષના નેતાઓ એકમેક ઉપર આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના રાહુલ ગાંધીને લઈને સુરત ખાતેની એક સભામાં રમૂજ કરી હતી તેઓએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો જેટલું બચ્યું છે તે પણ જતું રહેશે.

વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ પુરજોશમાં ચાલી રહ્યા છે. ભાજપાએ આંખે આખી ફોજ ઉતારી દીધી છે . સ્ટાર પ્રચારકો વિવિધ સ્થળોએ પ્રચાર કાર્યમાં જોતરાઈ ગયા છે અને મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ઉપર આરોપ પ્રતિ આરોપ લગાવી રહ્યા છે. સુરત ખાતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રચારમાં હતા ત્યાં તેઓએ લોકોને રમૂજ કરાવી દીધી હતી. તેઓએ રાહુલ ગાંધીને સંબોધતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો ભાજપાને જ થવાનો છે. તેમને જણાવ્યું હતું કે રાહુલ આમ ને આમ બોલતા જ રહે અને ભારતને જલ્દીમાં જલ્દી કોંગ્રેસ મુક્ત કરી દે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે તેઓ હંમેશા ભારત વિરોધી બોલે છે. હિન્દુત્વ વિરોધી બોલે છે તેઓ જેટલું વધારે બોલશે તેટલો વધારે ફાયદો ભાજપને જ થશે . હું તો એમ કહીશ કે રાહુલ ગાંધી આપ આપણી ભારત જોડો યાત્રા ખતમ ન કરશો ગુજરાતમાં પણ આવજો જેથી ગુજરાતમાં જે કઈ થોડું બચ્યું છે તે પણ સાફ થઇ જાય. રાહુલ ગાંધીએ નિશ્ચય કર્યો છે જે મને એકલાને ખબર છે તેઓએ મને કહ્યું છે કે હું કોંગ્રેસને ખતમ કરીને જ છોડીશ એમ કરી ને તેઓએ ઉપસ્થિત મેદનીમાં હાસ્ય ફેલાવી દીધું હતું. મહારાષ્ટ્રમાં તો અમને ફાયદો થઇ જ ગયો. વીર સાવરકરનું અપમાન એ સમગ્ર દેશનું અપમાન છે. કોંગ્રેસને એટલે તેઓ પસંદ નથી કારણ કે વીર સાવરકર હિન્દુત્વ માટે કામ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security