Tuesday, June 10, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentપાકિસ્તાનની પહેલી ઓસ્કાર એન્ટ્રી 'જૉયલેન્ડ' પરથી હટાવ્યો પ્રતિબંધ….18 નવેમ્બરે થઈ શકે છે...

પાકિસ્તાનની પહેલી ઓસ્કાર એન્ટ્રી ‘જૉયલેન્ડ’ પરથી હટાવ્યો પ્રતિબંધ….18 નવેમ્બરે થઈ શકે છે રિલીઝ

Published by : Rana Kajal

પાકિસ્તાનમાં અધિકારીઓએ ફિલ્મ નિર્માતા સઇમ સાદિકની ફિલ્મ ‘જૉયલેન્ડ’ પર લગાવેલો પ્રતિબંધને આખરે હટાવી લીધો છે. જેને લીધે હવે આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ શકે તેમ છે. જૉયલેન્ડ’ના ડાયરેક્ટર સઇમ સાદિક છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર 4 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું.

‘જૉયલેન્ડ’ના કન્ટેન્ટને લઈને પાકિસ્તાનમાં ઘણો વિરોધ થયો હતો. ત્યારબાદ મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે, “લેખિત ફરિયાદો મળી હતી કે ફિલ્મમાં અત્યંત વાંધાજનક સામગ્રી છે જે આપણા સમાજના મૂલ્યો અને ધોરણો સાથે સુસંગત નથી.”

‘જૉયલેન્ડ’ની સ્ટોરી શું છે?

‘જૉયલેન્ડ’ સઇમ સાદિકની દિગ્દર્શિત ફિલ્મ છે. તે 18 નવેમ્બરે પાકિસ્તાનના થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મ એક પિતૃસત્તાક પરિવારની આસપાસ ફરે છે જે ઈચ્છે છે કે એક બાળક તેમના પરિવારને આગળ લઈ જાય. જ્યારે પરિવારનો સૌથી નાનો પુત્ર નાયક ગુપ્ત રીતે ડાન્સ થિયેટરમાં જોડાય છે અને એક ટ્રાન્સ સ્ત્રી સાથે પ્રેમમાં પડે છે ત્યારે સ્ટોરી રસપ્રદ વળાંક લે છે. જોયલેન્ડમાં સાનિયા સઈદ, અલી જુનેજો, અલીના ખાન, સરવત ગીલાની, રસ્ટી ફારૂક, સલમાન પીરઝાદા અને સોહેલ સમીર સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!