Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalપાકિસ્તાનમાં 40 વર્ષીય હિંદુ મહિલાની નિર્દયતાથી હત્યા કરાઇ

પાકિસ્તાનમાં 40 વર્ષીય હિંદુ મહિલાની નિર્દયતાથી હત્યા કરાઇ

  • માથું કાપી નાંખવામાં આવ્યું, ચામડી કાપી નાખવામાં આવી

પાકિસ્તાનના સિંજોરો શહેરમાં ક્રૂરતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. એક 40 વર્ષીય હિન્દુ મહિલાની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનની હિંદુ સમુદાયની પ્રથમ મહિલા સેનેટર કૃષ્ણા કુમારીએ એક ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, “એક 40 વર્ષીય મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને તેના સ્તનો કાપી નાખવામાં આવ્યા હતા,” તેમણે લખ્યું હતું કે, પીડિતાના શરીર અને ચહેરાની ચામડી કપાયેલી હતી. મહિલાને ચાર બાળકો છે. મહિલાની ઓળખ હિન્દુ લઘુમતી સમુદાયની દયા ભીલ તરીકે થઈ છે, જે સિંધના સિંધ્રોની રહેવાસી છે.

કૃષ્ણા કુમારીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “40 વર્ષની વિધવા દયા ભેલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને લાશ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી. તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને આખા માથાનું માંસ ક્રૂરોએ કાઢી નાખ્યું હતું.

ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતે પાકિસ્તાન સરકારની ઝાટકણી કાઢીને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું પાકિસ્તાનની સરકાર લઘુમતી હિન્દુ સમાજ પ્રત્યે બેદરકાર છે. પાકિસ્તાનની સરકાર લઘુમતી હિન્દુઓની સુરક્ષાની જવાબદારી નિભાવે તે યોગ્ય રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અગાઉ પણ પાકિસ્તાનમાં હિન્દુઓ પ્રત્યે બેરહેમીની આવી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પાકિસ્તાનની સરકાર આંખ આડા કાન કરીને માથાભારે તત્વો સામે પગલાં લેવાનું ટાળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security