Home Ankleshwar પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડી ઓવરફલો…

પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડી ઓવરફલો…

0

અંકલેશ્વરના ઉપરવાસમાં ખાબકેલ ભારે વરસાદને પગલે અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાંથી પસાર થતી આમલાખાડી ગાંડીતૂર બની છે ખાડીના પાણી પીરામણ ગામથી હાઈવેને જોડતો માર્ગ ઉમરવાડા રોડ પર ગુજરાત ગેસ કંપની સહીત મરકસ સોસાયટીની મેઇન રોડ પર પાણી ફરી વળતા ચારથી વધુ ગામોને જોડતો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે ત્યારે આ સિઝનમાં આમલાખાડી સતત બીજી વાર ઓવરફલો થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આમલાખાડીના પાણી ઉમરવાડા રોડ પર ગુજરાત ગેસ કંપની,મરકસ સોસાયટીની મેઇન રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે જેને પગલે ચારથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણાં બન્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version