Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalફિફા વર્લ્ડકપની ફાયનલ મેચ બાદ કહી ખુશી કહી ગમના દ્રશ્યો...

ફિફા વર્લ્ડકપની ફાયનલ મેચ બાદ કહી ખુશી કહી ગમના દ્રશ્યો…

  • મોટી સંખ્યામાં લોકો જીતની ખુશી માં ભાવુક બની રડી પડ્યા હતા તો અસંખ્ય લોકો હાર સહન ન થતાં દુખમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા…
  • ભાવુક એમ્બાપ્પેને દિલાસો આપવા મેદાન પર દોડી ગયા રાષ્ટ્રપતિ મેક્રોન…
  • મેસ્સીએ જીત પછી ટેબલ પર ડાન્સ કર્યો હતો…

ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીના ફૂટબોલનું નવું કિંગ બની ગયું છે. તેણે 3-3ની બરાબરી કરી રવિવારે મોડી રાત્રે પેનલ્ટી શૂટઆઉટમાં અગાઉના વર્લ્ડ કપ વિજેતા ફ્રાંસને હરાવ્યું હતું. સાથેજ આર્જેન્ટીના 36 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. જૉકે આર્જેન્ટીનાએ ફાઈનલ મેચની શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું. મેસ્સીએ પ્રથમ ગોલ પેનલ્ટીના આધારે કર્યો હતો. બીજો ગોલ એન્જલ ડી મારિયાએ કર્યો હતો, પરંતુ બીજા હાફમાં કિલિયન એમ્બાપ્પે કિલર સાબિત થયો હતો. તેણે માત્ર 97 સેકન્ડમાં બે ગોલ કરીને ફ્રાન્સને વાપસી કરાવી હતી. ત્યાર બાદ મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ હતી. પ્રથમ 15 મિનિટમાં કોઈ ગોલ થયો નહોતો, પરંતુ પછીની 15 મિનિટમાં મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટીનાને 3-2ની લીડ અપાવી હતી. ત્યાર બાદ એમ્બાપ્પેએ પેનલ્ટી વડે મેચ 3-3થી બરાબરી કરી હતી. આખરે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીનાનો વિજય થયો હતો. આ સાથે ફૂટબોલમાં યુરોપનો જાદુ પણ 20 વર્ષ બાદ તૂટી ગયો છે. અને હવે ટ્રોફી યુરોપની બહાર ગઈ છે.

 આર્જેન્ટીનાના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. જ્યારે ટીમના સાથી ખેલાડીઓએ મેસ્સીને ખભા પર ઊંચક્યો હતો તો એન્જેલા કોરિયા તેની ટી-શર્ટ ઉતારીને જીતની ઉજવણી કરી હતી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મેદાન પર ગયા અને એમ્બાપ્પેને ગળે લગાવ્યો

હાર બાદ ફ્રાન્સના ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. કિલિયન એમ્બાપ્પે જમીન પર બેસીને ભાવુક થઈ ગયો હતો. તેને ઉદાસ જોઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેની પાસે દોડી ગયા અને તેને ગળે લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તમે સારું રમ્યા છો. તેઓ ટીમના અન્ય ખેલાડીઓને પણ મળ્યા હતા..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security