Home Top News Life Style બાળકો માટે ભવિષ્યભક્ષી મોબાઈલ : જાણો કેવી રીતે બાળકોને મોબાઈલથી દૂર રાખશો…

બાળકો માટે ભવિષ્યભક્ષી મોબાઈલ : જાણો કેવી રીતે બાળકોને મોબાઈલથી દૂર રાખશો…

0

Published By : Disha PJB

ઘણી વખત માતા-પિતા ઈચ્છા વગર પણ મજબૂરીમાં પોતાના બાળકને મોબાઈલ ફોન આપી દે છે, ધીમે ધીમે બાળકને પણ સ્માર્ટફોનની લત લાગી જાય છે અને તે

દિવસભર આ ગેજેટને વળગી રહે છે. ઘણી વખત બાળકો ફોન જોયા વગર ખાવાનું પણ શરૂ નથી કરતા, આ જોઈને માતા-પિતાને પોતાની ભૂલ સમજાય છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પરંતુ કેટલાક એવા ઉપાયો છે જેની મદદથી તમે બાળકની આ લતમાંથી છૂટકારો મેળવી શકો છો.

  1. પુસ્તકો પ્રત્યેનો શોખ કેળવો :
    જો તમે જાતે જ બાળકોની સામે પુસ્તક વાંચશો, તો બાળકો પણ નકલ કરીને પુસ્તક ઉપાડી લેશે, જ્યારે તેઓ આવું કરશે, તો ચોક્કસ તેમનીસાથે બેસીને ચર્ચા કરો અને તેમનામાં રસ જગાડો.
  2. પ્રકૃતિ પ્રેમ વધારો :
    તમે બાળકોને પ્રકૃતિની જેટલી નજીક લાવશો, તેટલા જ તેઓ મોબાઈલ ફોનથી દૂર રહેશે. તેમને જણાવો કે આપણા જીવનમાં કુદરતી વસ્તુઓનું શું મહત્વ છે. તેમનેપ્રકૃતિની સુંદરતાનો પરિચય કરાવવા માટે કોઈ પાર્ક, તળાવ અથવા હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો.
  3. આઉટડોર ગેમ્સ રમવા માટે કહો :
    ઓનલાઈન શિક્ષણમાં સેલ ફોનનો ઉપયોગ એક મજબૂરી બની ગઈ. આ સાથે બાળકોની બહાર રમવાની ટેવ પણ છૂટી ગઈ છે. આવી સ્થિતિમાં, માતાપિતાનીજવાબદારી છે કે તેઓ તેમને આઉટડોર ગેમ્સ માટે પ્રોત્સાહિત કરે જેથી તેમનું ધ્યાન મોબાઈલ પરથી હટાવવામાં આવે.
  4. મોબાઈલમાં પાસવર્ડ સેટ કરો :
    જો આટલા પ્રયત્નો છતાં પણ બાળક મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળતું નથી, તો તેના માટે કડક પગલાં લેવા જરૂરી છે. બાળકો ફોનનો ઉપયોગ ન કરી શકે તેમાટે મોબાઈલમાં પાસવર્ડ નાખો તો સારું રહેશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version