Published by : Rana Kajal
વિશ્વનું પ્રથમ 3 ડી પ્રિન્ટેડ મંદિર તેલંગાણાના સિદ્દીપેટ ના બુરુગુપલ્લી ખાતે તૈયાર થઈ રહ્યુ છે. આ 3D પ્રિન્ટેડ મંદિર ત્રણ ભાગોનુ માળખું ધરાવે છે આ મંદિર 3800 ચોરસ ફૂટ વિસ્તારમા તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મંદિર બનાવતા અપ્સુજા ઇન્ફ્રાટેકના માલીક હરિ કૃષ્ણ જીદીપલ્લીએ જણાવ્યુ હતુ કે આ સંરચનામાં ત્રણ ગર્ભ ગૃહ,ઍક શિવાલય તૈયાર કરવામા આવી રહ્યુ છે આ 3ડી મંદિર ધાર્મિક દ્વષ્ટિએ આગવુ આકર્ષણ નું કેન્દ્ર બનશે તેનુ મુખ્ય કારણ એ છે કે ભક્તો ભગવાનના દર્શન 3 ડી મંદિર હોવાનાં કારણે અનોખી લાગણી અને ધન્યતાની લાગણી અનુભવશે સાથેજ આ 3ડી મંદિર વિશ્વનુ પ્રથમ મંદિર હોય પ્રવાસીઓ માટે પણ આકર્ષણનુ કેન્દ્ર સાબીત થશે.