Home News Update My Gujarat બોન્ડની શરત મુજબ….ગુજરાતમાં ફરજ પર હાજર નહીં થયેલા 359 તબીબો પાસેથી 18.25...

બોન્ડની શરત મુજબ….ગુજરાતમાં ફરજ પર હાજર નહીં થયેલા 359 તબીબો પાસેથી 18.25 કરોડ વસૂલવાના બાકી…

0

Published by : Rana Kajal

ગુજરાત રાજયમાં તબીબી ક્ષેત્રનો અભ્યાસ કર્યાં બાદ બોન્ડ મુજબ સરકારના જણાવ્યા મુજબના વિસ્તારમા ફરજ ન બજાવનાર તબીબો પાસેથી દંડ વસુલ કરવાની જોગવાઈ છે. જે મુજબ 359 તબીબો પાસે દંડ વસૂલવાનો બાકી રહે છે… વિધાનસભામાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાંથી MBBS પાસ થયેલ તબીબોને રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં નિમણૂક આપવામાં આવતી હોવા અંગેના સવાલ જવાબ થયા હતાં. કોંગ્રેસના ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે, રાજ્યની સરકારી એમ.બી.બી.એસ પાસ કરેલ ડોકટરોની સરકારી હોસ્પિટલમાં નિમણુક આપેલ હોય પણ તેવો હાજર ન થાય હોય તેવા કેટલા ડોકટરો છે. તેનો લેખિતમાં જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, વર્ષ 2022ની સ્થિતિએ કુલ 359 ડોકટરોને ફરજ પર હાજર થયા નથી. જે તબીબો હાજર ન થતા સરકાર બોન્ડ હેઠળ દંડ ની રકમ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. જેમાં સરકારને 359 જેટલા તબીબો પાસે થી કુલ રૂ 18,25,00,00 રકમ વસુલવાની બાકી છે. જિલ્લા મુજબ પરિસ્થિતી જોતા બનાસકાંઠા જિલ્લામાં 1. 50 કરોડ, અમદાવાદ જિલ્લામાં 20 લાખ, મહેસાણા જિલ્લામાં 35 લાખ, ગાંધીનગર જિલ્લામાં 5 લાખ, ભરૂચ જિલ્લામાં 70 લાખ, નર્મદા જિલ્લામાં 50 લાખ, ડાંગ જિલ્લામાં 50 લાખ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 70 લાખ, બોટાદ જિલ્લામાં 55 લાખ, ભાવનગર જિલ્લામાં 30 લાખ, વડોદરા જિલ્લામાં 5 લાખ, રાજકોટ જિલ્લામાં 35 લાખ, જામનગર જિલ્લામાં 70 લાખ, મહીસાગર જિલ્લામાં 50 લાખ, પંચમહાલ જિલ્લામાં 55 લાખ, ગીરસોમનાથ જિલ્લામાં 30 લાખ, અમરેલી જિલ્લામાં 70 લાખ, આણંદ જિલ્લામાં 10 લાખ, ખેડા જિલ્લામાં 25 લાખ, જુનાગઢ જિલ્લામાં 25 લાખ, સાબકાંઠા જિલ્લામાં 20 લાખ, સુરત જિલ્લામાં 1.5 કરોડ, પાટણ જિલ્લામાં 50 લાખ, સુરેન્દ્રનગર જીલ્લામાં 1.25 કરોડ, નવસારી જિલ્લામાં 45 લાખ, તાપી જિલ્લામાં 45 લાખની રકમ ઉઘરાવવાની બાકી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version