Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalબ્રિટનમાં મોંઘવારીએ માઝા મૂકી...

બ્રિટનમાં મોંઘવારીએ માઝા મૂકી…

  • બ્રિટન મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયું છે એમ પણ કહી શકાય મોંઘવારીના કારણે 34 લાખ લોકોએ બ્રિટન છોડ્યુ.

લંડન

બ્રિટનમાં મોઘવારીના પગલે કેવી પરિસ્થિતી સર્જાઈ છે તેની વિગત જોતા એક વ્યક્તિ મૈસી ગ્રેટને ભાડાનું મકાન છોડી દીધું હતુ. તે પાડોશમાં રહેતા પરિવાર સાથે શિફ્ટ થઈ ગઈ હતી સાથે જ તેણે કોલેજ જવાનું બંધ કરી દીધું હતુ અને ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરે છે. તેને એકસાથે 3-3 નોકરીઓ કરવાની ફરજ પડી રહી છે ત્રણ નોકરીની વિગત જોતા તે પહેલા ગ્રોસરી સ્ટોર પર જાય છે ત્યાંથી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની અને પછી રાતે પબમાં કામ કરે છે. તેમ છતાં તે પૂરતી સંતુષ્ટ નથી કે આજના બ્રિટનમાં પોતાનો ખર્ચ ઊપાડી શકશે. આવા હજારો લોકો બ્રિટનમાં મોઘવારી સામે ઝઝુમી રહયા છે.. બ્રિટનમાં વીજળીનું બિલ 20 ગણું વધ્યું, ઘરનું ભાડું 4 ગણું, જાહેર પરિવહન અઢીથી 3 ગણું મોંઘું થઈ ગયું. દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ બમણાથી વધુ મોંઘી થઇ ગઈ છે. તેથી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે  ગત 1 વર્ષમાં 34 લાખ લોકોએ દેશ છોડી દીધો છે. એવો અંદાજ છે કે આગામી એક વર્ષમાં વધુ 45 લાખ લોકો દેશ છોડી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા ઓછા મોંઘા દેશોમાં જતા રહેશે. હાલતો લોકો માર્ગો પર સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!