Published By : Aarti Machhi
ભરૂચમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવતાઓ અંગે આપત્તિ જનક ટિપ્પણી કરી કોમી વૈમનસ્ય ફેલાઈ તેવા મેસેજ કરવામાં આવ્યા હતા આ અંગે ભરૂચ સાઇબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી હિન્દૂ દેવી દેવતાઓ અંગે બિભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણ યુવાનોની ધરપકડ કરી છે.
પોલીસે મોહમ્મદ વાહીદ, મોહમ્મદ હશન શેખ અને મોહમ્મદ સાની શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓએ હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતા નામે બિભત્સ અને ગંદા પ્રકારના શબ્દો લખી પોસ્ટ કરી હતી. જે ગ્રુપની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના કારણે હિન્દૂધર્મના લોકોની લાગણી દુભાય હતી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈ.ટી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.