ભરૂચના જંબુસર રોડ ઉપર ઝીન્નત બંગ્લોઝની સામે ટ્રક ચાલકે બાળકીને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું
મૂળ જંબુસરના અને હાલ ભરૂચના જંબુસર રોડ ઉપર ઝીન્નત બંગ્લોઝની સામે આવેલ ઝુપડપટ્ટીમાં રહેતી મનીષાબેન રુતિક સલાટ ગતરોજ સવારે તેઓના ઝુપડામાં હતી તે દરમિયાન તેની ૧ વર્ષની પુત્રી રોશની સલાટ ઝુપડા બહાર નીકળી હતી તે વેળા ત્યાંથી પસાર થતા ટ્રક નંબર-જી.જે.૦૪.એક્સ.૫૩૪૮ના ચાલકે બાળકીને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના અને હાલ વાગરા તાલુકાના કલર ટેક્ષ કંપનીની કોલોનીમાં રહેતા વિલાસ શિવના વસાવે ગતરોજ પોતાની પત્ની સાથે કામ અર્થે કંપનીમાં હતા તે દરમિયાન કલર ટેક્ષ કંપનીના ગેટ પાસે હાઈદ્રા ક્રેન નંબર-જી.જે.૧૬.બી.એસ.૧૧૬૩ ચાલકે વિલાસ શિવના વસાવેની ૧ વર્ષની પુત્રી અશ્વિની વસાવેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




