Thursday, May 7, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચ બૌડાની તવરાની 5 ટીપીમાં સ્વાહા થવા 8588 ગ્રામજનો નહિ આપે આહુતિ,...

ભરૂચ બૌડાની તવરાની 5 ટીપીમાં સ્વાહા થવા 8588 ગ્રામજનો નહિ આપે આહુતિ, 6500 મતદારોની ચૂંટણી બહિષ્કારની ચીમકી…

  • બન્ને ગામની 682.50 હેકટરમાં ટીપી સ્કીમમાં, સરકાર ₹580 કરોડની 273 હેકટર જમીન કપાતમાં લઈ જશે
  • દસ વર્ષથી બૌડાની રચનામાં તવરા નગર યોજનાંના ચાલતા આયોજનમાં ગ્રામજનોને ગઈકાલે જ જાણ થઈ હોવાનો સુર સાથે ઉગ્ર વિરોધ
  • બન્ને ગામની પ્રજા પંચાયતે જતા સરપંચો કામના બહાના હેઠળ ગાળીયું કરી ગયાનો સુર

ભરૂચ બૌડાની રચના બાદ પ્રથમ તવરાની પાંચ ટીપી સ્કીમની પ્રતાવના રજૂ કરાયાના ગુરૂવારે બીજા દિવસે જુના અને નવા તવરાના 8558 ગ્રામજનો વિફર્યા છે.તવરા ગ્રામજનોએ આજે પંચાયત ખાતે ભેગા થઈ 40 ટકા કપાતમાં જમીન આપી દઇ પોતે સહેજ ખસી જવા અસહમતી દર્શાવી છે. સરકારની આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સામેથી સ્વાહા થવા ગ્રામજનોએ પ્રચંડ વિરોધ સાથે હાલ તો આહુતિ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

આજે ટીપી સ્કીમનો વિરોધ કરવા ભેગા થયેલા ગ્રામજનોએ રવિવારે નક્કર નિર્ણય લઈ છેવટ સુધી લડી લેવા તાકીદની બેઠક બોલાવી છે.

આજે ગ્રામજનો પંચાયત ખાતે ભેગા થતા બન્ને ગામના સરપંચો કામનું બહાનું કાઢી ગેરહાજર જોવા મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. તવરાની 5 ટીપી સ્કીમ રદ નહિ થાય તો 6500 મતદારોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની પણ જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં ગામમાં કોઈપણ પક્ષને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં નહિ આવેનું પણ એલાન કરાયું છે.

બીજી તરફ બૌડાએ જાહેર કરેલી 5 ટીપી સ્કીમ પર નજર કરીએ તો કુલ 682.50 હેકટર નગર રચનામાં આવરી લેવાયા છે. જે પૈકી 40 ટકા કપાત પ્રમાણે 273 હેકટર હાલની સરકાર મુજબ ₹580 કરોડની કિંમતની જમીન સરકારને મળશે.જેમાંથી તેઓ રોડ, બગીચા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કાઢ્યા બાદ 15 ટકા અનામત ભવિષ્યમાં વેચવા માટે ₹87 કરોડની જમીન પોતાની પાસે રાખશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security