Home International ભારતીય મૂળના આયર્લેન્ડના પીએમ બન્યા લીઓ વરાડકર.. પીએમ મોદી અભિનંદન પાઠવ્યા..

ભારતીય મૂળના આયર્લેન્ડના પીએમ બન્યા લીઓ વરાડકર.. પીએમ મોદી અભિનંદન પાઠવ્યા..

0

ભારતીય મૂળના લીઓ વરાડકર શનિવારે બીજી વખત આયર્લેન્ડના વડાપ્રધાન બન્યા છે. આયર્લેન્ડની સંસદના નીચલા ગૃહ, ડેઇલના વિશેષ સત્ર દરમિયાન, સાંસદોએ માઇકલ માર્ટિનના સ્થાને વરાડકરના નામને મંજૂરી આપવા માટે મતદાન કર્યું. આયર્લેન્ડના રાષ્ટ્રપતિ માઈકલ ડી. હિગિન્સની મંજૂરી બાદ વરાડકરની નિમણૂકની પુષ્ટિ કરવામાં આવી હતી.
વર્ષ 2020માં આયર્લેન્ડમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જે બાદ માર્ટિન તેમની પાર્ટી ફિયાના ફેઈલ અને વરાડકરની પાર્ટી ફાઈન ગેઈલ વચ્ચે ઐતિહાસિક સમજૂતી બાદ દેશના વડાપ્રધાન બન્યા હતા. આ કરાર હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું કે પાંચ વર્ષના કાર્યકાળના પ્રથમ અઢી વર્ષમાં માર્ટિન દેશના વડાપ્રધાન અને વરાડકર નાયબ વડાપ્રધાન હશે. આ પછી બંને એકબીજાને રિપ્લેસ કરશે.માર્ટિન (61)એ શનિવારે સવારે રાષ્ટ્રપતિને વડાપ્રધાન પદ પરથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. વરાડકર (43) અગાઉ 2017 અને 2020 વચ્ચે આયર્લેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ દેશના સૌથી યુવા અને ગે વડાપ્રધાન બન્યા. વરાડકરની માતા આયર્લેન્ડની છે, જ્યારે તેના પિતા ભારતના છે. તેઓ આયર્લેન્ડના પહેલા અશ્વેત વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે.
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લીઓ વરાડકરને આયર્લેન્ડના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ આયર્લેન્ડ સાથેના સહિયારા બંધારણીય મૂલ્યો અને બહુપક્ષીય સહયોગને ખૂબ મહત્વ આપે છે. આયર્લેન્ડના શાસક ગઠબંધન વચ્ચે અગાઉની સમજૂતી હેઠળ શનિવારે વરાડકર બીજી વખત દેશના વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.મોદીએ ટ્વીટ કર્યું, લીઓ વરાડકરને બીજી વખત વડાપ્રધાન બનવા પર અભિનંદન. હું આયર્લેન્ડ સાથે ઐતિહાસિક સંબંધો, સહિયારા બંધારણીય મૂલ્યો અને બહુપક્ષીય સહયોગને ખૂબ મહત્વ આપું છું. હું આપણી ગતિશીલ અર્થવ્યવસ્થાઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version