Home Bharuch મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર આવ્યું પૂર અસરગ્રસ્તોની વ્હારે…

મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર આવ્યું પૂર અસરગ્રસ્તોની વ્હારે…

0

Published By:-Bhavika Sasiya

  • એક મહિનો ચાલે એટલું અનાજ નું વિતરણ કર્યું

ભરૂચમાં પૂરની પરિસ્થિત બાદ તંત્રના માર્ગદર્શન હેઠળ ત્રાલસાની અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા એક મહિનાનું તમામ અનાજ શુક્લતીર્થ ગામે વિતરણ કરાયું.
એક મહિનો ચાલે એટલી અનાજની તમામ સામગ્રી શુકલતીર્થના દુબઈ ટેકરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં પૂરને કારણે ઘણી જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા કુટુંબ તકલીફ માં છે. ઘણા બધા ગામોને આ પુર ની ખૂબ ગંભીર અસર થઈ છે. ગ્રામજનોના જનજીવન અસ્તવ્યસ્ત થયા છે.

અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ અમેરિકામાં રહે છે. પણ તેમનું હ્રુદય અને મન તેમની માતૃભૂમિ માટે હંમેશા પોતાના વતન માટે ધબકતું રહે છે. તેથી તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે.

હાલ ભરૂચમાં પૂરની ગંભીર પરસ્થિતિને ધ્યાનમાં લઇ અસ્મિતાના ટ્રસ્ટ મંડલ સાથે ચર્ચાઓ કરી અને આ પૂરગ્રસ્ત વિભાગોમાં શુકલતીર્થ ના દુબઈ ટેકરી વિસ્તારમાં food/grain ની 40 જેટલી કીટ, જેનો 1 માસ સુધી ઉપયોગ કરી શકે તે રીતે બનાવવામાં આવી. આમાં દૈનિક રસોડા ના વપરાશ ની તમામ વસ્તુઓ જેમકે મસાલા ,અનાજ, કઠોળ , 5 લીટર તેલ, શાકભાજી આ તમામ વસ્તુઓ નો સમાવેશ કર્યો.

શુક્લતીર્થ ગામ ના સરપંચશ્રી, તલાટી તથા આગોવાનો સાથે રહીં જરૂરીયાત મંદ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે આ કિટો પહોચાડવામાં આવી. આ કાર્ય માં USA ના સહયોગી દાતા પ્રિયમબેન પટેલનો પણ આર્થિક સહયોગ રહ્યો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version