Friday, May 29, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDelhiમેટ્રોમાં મુસાફરી કરવાનો દિલ્હીના યુવક શશાંક મનુએ કર્યો રેકોર્ડ : ગિનિસ બુક...

મેટ્રોમાં મુસાફરી કરવાનો દિલ્હીના યુવક શશાંક મનુએ કર્યો રેકોર્ડ : ગિનિસ બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું…

Published By : Disha PJB

દિલ્હીની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા અંગે દિલ્હીના એક યુવકે અનોખો રેકોર્ડ સર્જ્યો હતો. જૉકે આ રેકોર્ડ અંગેનું પ્રમાણપત્ર બે વર્ષ બાદ આવ્યું હતું. દિલ્હી મેટ્રોમાં દિલ્હીની લાઇફ લાઇન છે ત્યારે દિલ્હી મેટ્રોમાં 286 સ્ટેશન છે જેમાં દરરોજ લગભગ 17 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિલ્હીના યુવક શશાંક મનુએ. આ રેકોર્ડ 14 એપ્રિલ 2021ના રોજ બનાવ્યો હતો.

એપ્રિલ 2023માં તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું હતું. તેનો હેતુ દિલ્હી મેટ્રોને વિશ્વમાં શ્રેષ્ઠ દેખાવાનો હતો. યુવકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા નિર્ધારિત કડક માર્ગદર્શિકાનું પણ પાલન કરવું પડ્યું હતું. જે મુજબ યુવકે દરેક સ્ટેશન પર ફોટોગ્રાફ્સ લેવાના હતા, લોકોને રસીદ પર સહી કરવાનું કહેવાનું હતું અને આખી મુસાફરી દરમિયાન સાક્ષીઓ પોતાની સાથે રાખવાના હતા. શશાંક મનુએ દરેક સ્ટેશન પર મેટ્રોના દરવાજા ખોલવા અને બંધ કરવાના સમયે વીડિયો રેકોર્ડ કર્યો. તેણે બ્લૂ લાઇનથી તેની યાત્રા શરૂ કરી અને ગ્રીન લાઇન પર બ્રિગેડીયર હોશિયાર સિંઘ સ્ટેશન પર સમાપ્ત થઈ.

તેણે તેની મુસાફરી દરમિયાન ત્રણ ટૂંકા વિરામ લીધા, જેમાં ભીડવાળા કાશ્મીરી ગેટ સ્ટેશન પર લંચ બ્રેકનો સમાવેશ થાય છે. યુવકે વન ડે ટૂરિસ્ટ કાર્ડનો ઉપયોગ કર્યો, જેમાં તેને એક દિવસ માટે અમર્યાદિત મુસાફરી મળી. એક ગેરસમજને કારણે આ રેકોર્ડ મેટ્રોના અધિકારી પ્રફુલ સિંહને આપવામાં આવ્યો હતો. પ્રફુલ સિંહે 29 ઓગસ્ટ, 2021ના રોજ તમામ મેટ્રો સ્ટેશનને 16 કલાક 2 મિનિટમાં કવર કર્યા હતા. જ્યારે શશાંક મનુએ 14 એપ્રિલ 2021ના રોજ 15 કલાક 22 મિનિટ 49 સેકન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે શશાંક મનુને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મેળવવા માટે બે વર્ષથી વધુ રાહ જોવી પડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security