Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBusinessમોંઘા ઘઉં-લોટના ભાવમાં રાહત આપવા સરકારે લીધો મોટો નિર્ણય....મોંઘવારીમાં મળશે રાહત

મોંઘા ઘઉં-લોટના ભાવમાં રાહત આપવા સરકારે લીધો મોટો નિર્ણય….મોંઘવારીમાં મળશે રાહત

Published by : Rana Kajal

ગયા અઠવાડિયે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બંધ કરી દીધી છે. હવે સરકાર ખાદ્ય સુરક્ષા હેઠળ 81 કરોડ પરિવારોને 5 કિલો અનાજ મફતમાં આપશે..

આગામી દિવસોમાં તમારી થાળીમાં બ્રેડ અથવા રોટલી સસ્તી થઈ શકે છે. કારણ કે ઘઉંના ભાવ નીચે આવી શકે છે. ઘઉંના ભાવમાં ચાલી રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે સરકાર તેના સ્ટોકમાંથી ઘઉંને ખુલ્લા બજારમાં વેચવાની તૈયારી કરી રહી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે FCI ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઓપન માર્કેટમાં તેના સ્ટોકમાંથી 20 લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ઘઉં અને લોટના ભાવમાં ઘટાડો કરવા માટે FCI આ ઘઉં લોટ મિલોને વેચશે.

હકીકતમાં, ગયા અઠવાડિયે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બંધ કરી દીધી છે. હવે સરકાર ખાદ્ય સુરક્ષા હેઠળ 81 કરોડ પરિવારોને 5 કિલો અનાજ મફતમાં આપશે. સરકારના આ નિર્ણય પછી, FCI પાસે તેના વેરહાઉસમાં 113 લાખ ટન ઘઉંનો સ્ટોક હશે, જે 74 લાખ ટનની બફર સ્ટોક મર્યાદા કરતાં વધુ છે. એફસીઆઈ પહેલા નાના લોટ મિલ માલિકોને ઘઉં આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security