યુપીના લખનૌથી બહરાઈચ વચ્ચે સવારે 4.30 કલાકે ટ્રક અને બસની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6ના મોત નિપજ્યાં હતા. જ્યારે 15 ઘાયલ થયા હતા
મળતી માહિતી મુજબ યુપીના લખનૌથી બહરાઈચ વચ્ચે સવારે સાડા ચાર વાગ્યે ઝડપથી આવી રહેલી ટ્રકે લખનૌ ઈદગાહ ડેપોના રોડવેઝને બાજુથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ચાલક સહિત 5 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, 15 મુસાફરો ઘાયલ થયા હતા. તમામ મૃતકો પુરુષો છે. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. ઘાયલોમાં 4ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બસના ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘાઘરા ઘાટ પાસે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ ડીએમ ડૉ.દિનેશ ચંદ્રા અને એસપી કેશવ ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.