Home News Update Health યોગ દિવસે જાણો! યોગનો ઇતિહાસ અને તેનાથી થતા અદભુત ફાયદાઓ તથા મેળવો...

યોગ દિવસે જાણો! યોગનો ઇતિહાસ અને તેનાથી થતા અદભુત ફાયદાઓ તથા મેળવો પાવર યોગાની જાણકારી…

0

Published By : Disha PJB

ભારતીય યોગના જાણકારો પ્રમાણે યોગની શરૂઆત લગભગ ૫૦૦૦ વર્ષ કે તે પહેલાથી જ શરૂ થઇ હતી. યોગની એક તપાસ જાણીને આશ્વર્ય થશે કે ૧૯૨૦ માં પુરાતત્વ વૈજ્ઞાનિકોએ “સિંધુ સરસ્વતી સભ્યતા” ને શોધી હતી જેમાં પ્રાચીન હિંદુ ધર્મ અને યોગની પરંપરા હોવાની સાબિતી મળી આવી હતી. સિંધુ સભ્યતા લગભગ ૩૩૦૦  થી ૧૭૦૦ બી. સી. ઈ. જૂની માનવામાં આવે છે.

મહર્ષિ પતંજલીએ યોગનો પ્રચાર વધાર્યો હતો. પહેલી વાર ઈ. સ. ૨૦૦ પૂર્વે મહર્ષિ પતંજલીએ વેદમાં રહેલ યોગ વિદ્યાને વ્યવસ્થિત સ્વરૂપમાં વર્ગીકરણ કરી હતી. મહર્ષિ પતંજલી પછી જ યોગનું પ્રચલન વધ્યું અને યૌગિક સંસ્થાઓ, પીઠો તથા આશ્રમોનું નિર્માણ થયું. જેમાં માત્ર રાજયોગનું જ્ઞાન આપવામાં આવતું.

યોગના ઇતિહાસની વાતોનો ઉલ્લેખ વેદ તેમજ પુરાણોમાંથી  મળી આવે છે. વેદને વિશ્વનું સૌથી પહેલું પુસ્તક માનવામાં આવે છે. જે લગભગ પૃથ્વીની ઉત્ત્પત્તિ થઇ તે વખતના માનવામાં આવે છે.

નિયમિત યોગ કરવાથી તમારુ દિલ મજબૂત થાય છે. તણાવથી બચો છો. યાદગીરી મજબૂત થાય છે. બીપીની સમસ્યા રહેતી નથી. વજન વધતુ નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠીને આ યોગાસનોને અજમાવો અને તમારા શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો.

ફેસ શાઈન : ચેહરાનો રંગ કંઈ પણ હોય પરંતુ જો ચેહરા પર લાવણ્ય કે ચમક છે તો તમે બધાને તમારી તરફ આકર્ષિત કરવામાં સક્ષમ છો. ચેહરાની ચમકનો સંબંધ આપણા પેટ અને મોઢાની પવિત્રતાથી હોય છે. બંનેની શુદ્ધિ માટે ચાર ઉપાય છે. 

પાવર યોગા :

પાવર યોગાને સૂર્ય નમસ્કારના 12 આસનો અને કેટલાંક અન્ય આસનોને ભેગા કરીને બનાવવામાં આવ્યા છે. પાવર યોગા એક પ્રકારનો યોગ જ છે જેમાં તમારે માત્ર દિવસ દરમિયાન 45 મિનિટનો સમય આપવો પડે છે. પાવર યોગામાં બધી ક્રિયાઓ બહુ ઝડપથી વગર અટકે કરવામાં આવે છે. જેનાથી શરીરની કેલરી બર્ન થાય છે અને સારો એવો પરસેવો પણ છુટે છે

પાવર યોગા કરવાથી થતાં લાભ :

કેલરી બળે છે.
શરીરનો સ્ટેમિના, તાકાત, ફ્લેક્સિબિલિટી વધે છે.
બ્લડ સર્ક્યુલેશન વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
પરસેવા દ્વારા બધી ગંદકી બહાર નીકળી જાય છે.
તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version