Home News Update Nation Update રખડતા 6 કૂતરાએ 4 વર્ષના માસૂમ પર હુમલો કરતાં માસૂમનું મોત…

રખડતા 6 કૂતરાએ 4 વર્ષના માસૂમ પર હુમલો કરતાં માસૂમનું મોત…

0

Published by: Rana kajal

  • કૂતરાઓના કરડવાથી બાળકના પેટમાં ગંભીર ઇજાઓ થઇ… હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મોત…

હૈદરાબાદના બાગ અંબેરપેટ વિસ્તારમાં કાળજું હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં રખડતા કૂતરાઓએ રસ્તા પર જઈ રહેલા 4 વર્ષના બાળકને કરડી ખાધો છે. રખડતા 6 કૂતરાના માસૂમને ત્યાં સુધી બચકાં ભરતા રહ્યા, જ્યાં સુધી માસૂમનું મોત ન થયું. મોતને ભેટેલા માસૂમને કૂતરાઓ રસ્તા પર પાર્ક કરેલી એક કારની નીચે ઢસડીને લઈ ગયા હતા.

આ ઘટના ત્યાં લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી. જે માસૂમને કૂતરાઓએ પોતાનો શિકાર બનાવ્યો હતો તેનું નામ પ્રદીપ હતું. તે હૈદરાબાદના બાગ અંબેરપેટ વિસ્તારમાં આવેલા એરકુલા કોલોનીમાં રહેતા ગંગાધરનો દીકરો હતો.

પિતા ગંગાધર ચાર વર્ષ પહેલાં તેની પત્ની અને બે બાળક સાથે કામ અર્થે હૈદરાબાદ આવ્યો હતો. તે અંબરપેટના એક કાર સર્વિસ સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. ગંગાધર નોકરી પર જતા પ્રદીપને પણ પોતાની સાથે લઈ ગયો હતો. દીકરાને તેની કેબિનમાં મૂકીને ગંગાધર કામ માટે બહાર ગયો હતો. થોડીવાર પછી પ્રદીપ કેબિનમાંથી બહાર આવ્યો અને રમતાં રમતાં પાર્કિંગમાં પહોંચી ગયો હતો. જ્યારે તે કેમ્પસમાં એકલો રમતો હતો ત્યારે તેના પર કૂતરાઓએ હુમલો કર્યો હતો.

માસૂમ પ્રદીપ નીચે પડી ગયા બાદ 3 નાના કૂતરા પણ આવી ચઢ્યા હતા. આ કૂતરાઓ પણ પ્રદીપને બચકાં ભરવા લાગ્યા હતા, જેથી માસૂમ નીચે પડી ગયો હતો. કૂતરાઓના હુમલામાં ઘેરાયેલો માસૂમ રડી રહ્યો હતો, પણ તેની મદદ માટે કોઈ પહોંચ્યું નહોતું. પડી ગયેલા માસૂમનું ગળું મોઢામાં દબાવીને કૂતરા ખેંચી રહ્યા હતા. કૂતરાના આ હુમલામાં બાળક ઢળી પડ્યું અને કૂતરા તેને ઢસડીને રસ્તા પર પાર્ક કરેલી એક કારની નીચે ખેંચી ગયા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version