Published By:-Bhavika Sasiya
- 22 PI અને 63 PSI ની બદલી ભરૂચ પોલીસના ઍક પીઆઈ ની નર્મદા જિલ્લામાં થઈ બદલી.
- રાજયના પોલીસ તંત્રમાં બદલીનુ વાવાઝોડું ફૂંકાયું હતું જેમા 22 પીઆઈ અને 63 પીએસઆઈ નો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસના પી આઇ આર જે ગોહિલની બદલી નર્મદા જિલ્લામાં કરવામા આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વિવિધ વિભાગોમાં બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે ગુજરાતમાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 PSI અને 22 PI ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમા ભરૂચ પોલીસના પીઆઈ આર જે ગોહિલની બદલી નર્મદા જિલ્લામાં કરવામા આવી છે અત્રે નોંધવું રહ્યું કે હાલમાં જ 6 IPS અને 2 DYSPની બદલી કરાઈ હતી આમ પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં બદલી થતા પોલીસ વિભાગમાં હલચલ મચી ગઇ છે હજી પણ આવનારા દિવસોમાં રાજયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ થવાની સંભાવના છે . લોકસભાની ચૂંટણી 2024 માં યોજાનાર છે ત્યારે થોડાજ મહિનાઓમાં બદલીઓનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. ઍવી ગણતરી મુકાઇ રહીં છે