Published by : Rana Kajal
- 20 થી 23 સુધીમાં રાજ્યમાં થઈ શકે છે વરસાદની શરૂઆત….
આવનાર તા 20 થી 23જૂનના સમય અરસામાં રાજ્યમા ચોમાસાના વરસાદની શરૂઆત થઈ શકે છે. જોકે તે દરમીયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જૉકે એમ પણ કહેવાય રહ્યું છે કે વરસાદમાં 5 થી 8 ટકા ઘટ રહે તેવી પણ શક્યતા છે. સાથે નોધપાત્ર બાબત એ પણ છે કે આ વર્ષે જ્યાં કેરળમાં ચોમાસુ મોડું શરૂ થશે તેમ કહેવાઈ રહ્યું છે તેમ છતાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સમયસર થશે. તેથી જૂનમાં 20 થી 23 દરમીયાન વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે. જે ગણતરી મુજબ ગુજરાત સહીત ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ ખેતીના કામકાજ શરૂ કરી દીધા છે.




