Home News Update Nation Update રાહતના સમાચાર: lpg સિલિન્ડરમાં 92 રૂપિયાનો ઘટાડો..

રાહતના સમાચાર: lpg સિલિન્ડરમાં 92 રૂપિયાનો ઘટાડો..

0

Published by : Vanshika Gor

આજે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી પણ કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આજે કોમર્શિયલ સિલિન્ડરમાં રુપિયા 92 જેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.

આજે દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર લગભગ 92 રૂપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. એલપીજીના દરમાં આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને આપવામાં આવી છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા મહિને 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 8 મહિના પછી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version