Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeEntertainmentરિકી કેજને ત્રીજી વખત મળ્યો ગ્રેમી એવોર્ડ...

રિકી કેજને ત્રીજી વખત મળ્યો ગ્રેમી એવોર્ડ…

Published by : Rana Kajal

 ગ્રેમી એવોર્ડ્સ 2023નું ભારતમાં આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ વખતે ગ્રેમી એવોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ એવોર્ડ શોમાં કેટલાક નવા એવોર્ડ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જેમ કે સોંગ રાઈટર ઓફ ધ યર, વીડિયો ગેમ્સ માટે બેસ્ટ સ્કોર સાઉન્ડટ્રેક અને અન્ય ઘણી કેટેગરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ  દરમિયાન ભારતના રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમને આ એવોર્ડ તેમના આલ્બમ ડિવાઈન ટાઈડ્સ માટે આપવામાં આવ્યો છે. રિકી કેજનું આ આલ્બમ બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ કેટેગરીમાં નોમિનેટ થયું હતું.

મ્યૂઝિક કંપોઝર રિકી કેજે પ્રથમ વખત વર્ષ 2015માં તેમના આલ્બમ ‘વિન્ડ્સ ઓફ સમસારા’ માટે આ એવોર્ડ જીત્યો હતો. 2015માં આ સન્માન મેળવ્યા બાદ રિકીને ફરી એક વખત વર્ષ 2022 માં ‘ડિવાઈન ટાઈડ્સ’ આલ્બમ માટે ‘બેસ્ટ ન્યૂ એજ આલ્બમ’ની કેટેગરીમાં સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. પોસ્ટ શેર કરતાં રિકીએ કેપ્શનમાં લખ્યું કે, મેં હમણાં જ ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. આ એવોર્ડ હું ભારતને સમર્પિત કરું છું. ભારતીય સંગીતકાર રિકી કેજે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં તેનો બીજો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security