Home Election 2022 રૃપિયાની રેલમછેલમ…ચૂંટણી તંત્રને જાણ કરવા તાકિદ કરાઇ..

રૃપિયાની રેલમછેલમ…ચૂંટણી તંત્રને જાણ કરવા તાકિદ કરાઇ..

0

વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના જ દિવસો  બાકી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો મોટી નાણાકિય હેરફેર કરી શકે છે તેને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા દસ લાખથી વધુના ટ્રાન્જેક્શન કોઇ ખાતામાંથી થાય તો તુરંત જ જાણ કરવા તાકિદ કરવામાં આવી છે. એટલુ જ નહીં, આ ટ્રાન્જેક્શન સંદર્ભે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.

ટ્રાન્જેક્શન સંદર્ભે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવશે.

ચૂંટણીમાં રૃપિયાની રેલમ છેલમ ન થાય અને રૃપિયાથી વોટ ખરીદાય નહીં સાથે નિષ્પક્ષરીતે ચૂંટણી યોજાય તે માટે તંત્ર ઉમેદવાર અને પક્ષના ખર્ચ ઉપર ખાસ વોચ રાખી રહી છે. જિલ્લાની લીડ બેંક દ્વારા દરેક નાની-મોટી બેંકના એકાઉન્ટના ટ્રાન્જેક્શન ઉપર નજર રાખવામાં આવી રહી છે તો ૧૦ લાખથી વધુની રકમ કોઇ એક ખાતામાંથી ઉધારીને બીજા એક કે વધુ ખાતામાં જમા થાય તો તે ખાતાધારકને નોટિસ આપવામાં આવશે અને લેખિતમાં ખુલાસો કરવો પડશે એટલુ જ નહીં, ૧૦ લાખથી વધુના વ્યવહાર બાબતે જિલ્લા ચૂંટણી તંત્ર આયકર વિભાગને પણ જાણ કરશે.

10 લાખથી વધુના વ્યવહાર બાબતે જિલ્લા ચૂંટણી તંત્ર આયકર વિભાગને પણ જાણ કરશે

જેથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ તેમની રીતે આગાળની કાર્યવાહી હાથ ધરશે.તો જિલ્લાના તમામ પ્રવેશદ્વારો ઉપર નાકાબંધી સઘન કરી દેવામાં આવી છે અને ખાસ કરીને રાત્રીના આ સમયમાં વાહનોમાં તપાસ વધારી દેવામાં આવી છે. અન્ય જિલ્લામાંથી આવતા વાહનોમાં દારૃ કે રૃપિયા શોધવા માટે ૬૫ ટીમો ખડેપગે છે. બેંક મેનેજરોને મોટી રકમના ટ્રાન્જેક્શન ઉપર નજર રાખવા માટે ખાસ સુચના આપવામાં આવી છે સાથે સાથે ઉમેદવારના પરિવારના બેંક ખાતા ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version