Published By : Disha PJB
કેટલાક લોકો રોટલીને તવાને બદલે સીધા ગૅસની ફ્લેમ પર શેકવાનું શરૂ કરી દે છે. જો કે, આ ખાવામાં ખૂબ જ નરમ લાગે છે પણ સ્વાદ ઘણીવાર સ્વાસ્થ્ય પર ભારે પડી જાય છે. આથી રોટલીને તવાને બદલે સીધા ગૅસ પર શેકવું શરીરને નુકસાન પહોંચાડી શકે છે. કારણકે આ રીતે શેકેલી રોટલી ખાવી માત્ર તમને જ નહીં તમારા આખા પરિવારના સ્વાસ્થ્યને બગાડી શકે છે.
આ રીતે રોટલી શેકવાથી ઍર પૉલ્યૂટેન્ટ નીકળે છે જેને ડબ્લ્યૂએચઓ (WHO)એ હાનિકારક ગણાવ્યા છે. તે પૉલ્યૂટેન્ટ ઍરનું નામ કાર્બન મોનો ઑક્સાઈડ, નાઈટ્રોજન ડાઈઑક્સાઈડ છે. જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
બીજી તરફ, વધુ ગરમી પર રસોઈ કરવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે જે શરીરના અંગો માટે યોગ્ય નથી માનવામાં આવતું. ઘઉંના લોટમાં કુદરતી ખાંડનું પ્રમાણ પણ જોવા મળે છે, જે એક પ્રોટીન છે. આ પ્રોટીનને જો સીધું ગરમ કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક પેદા થાય છે જે માનવ શરીર માટે આરોગ્યદાયી નથી.
જૂના જમાનામાં રોટલી બનાવતી વખતે લોકો તવી પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાંથી દબાવીને ચારેબાજુ ફેરવીને શેકતા હતા. આનાથી રોટલી ચારે બાજુથી રંધાય છે અને તેને સીધી ગેસ પર રાખવાની જરૂર નથી. રોટલી શેકવાની આ સૌથી સલામત રીત છે.