Published by : Vanshika Gor
- સતત 91 કલાક સુધી ટેટુ બનાવી જૂનો 65 કલાકનો રેકોર્ડ તોડી પાડ્યો છે. આ આર્ટિસ્ટનું નામ છે ઈશાન રાણા.
વડોદરાના ઈશાન રાણા ટેટુ આર્ટિસ્ટ છે.છેલ્લા ઘણા વર્ષોથી તે આ જ વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલાનગરીના આ આર્ટિસ્ટ પોતાનું નામ વર્લ્ડમાં અંકિત કરવાનો નીર્ધાર કર્યો અને તેને સતત 91 કલાક સુધી ટેટુ દોરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જૂનો રેકોર્ડ 65 કલાકનો હતો અને વડોદરાના ઈશાન રાણા એ આ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 91 કલાકનો સ્થાપિત કર્યો છે.
ઈશાન સતત ચાર દિવસ સુધી ટેટુ ચીતરતો રહ્યો. ,દિવસ રાત આંખનો એક પણ પલકારો માર્યા વગર ઈશાને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 91 કલાક પૂર્ણ થતા પરિવારજનોએ તેની ઉજવણી કરી હતી. 91 કલાક દરમિયાન ઈશાને 74 જેટલા ટેટુ બનાવ્યા હતા જેમાં વડોદરાની ઐતિહાસિક ઇમારતોના ટેટુનો પણ સમાવેશ થાય છે. ઈશાને 3 માર્ચથી ટેટુ બનાવવાની શરૂઆત કરી હતી અને 7 તારીખે તેને આ કીર્તિમાન પોતાના નામે કર્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઇડલાઇન મુજબ તેને તમામ ડોક્યુમેન્ટ્સ અને કવરેજ તૈયાર કર્યું છે અને તે ઓથોરિટીને સબમિટ કરી દીધું છે.




