Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરામાં મંજુસર પાસે અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગમાં એક યુવકની હત્યા…

વડોદરામાં મંજુસર પાસે અજાણ્યા ઇસમો દ્વારા ફાયરિંગમાં એક યુવકની હત્યા…

Published by : Anu Shukla

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી પાસે 2 અજાણ્યા મોટરસાયકલ પર આવેલા હત્યારાઓએ એક યુવક પર ગોળીબાર કરી હત્યા નીપજાવી ફરાર થઈ જતા પોલીસ તંત્રએ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી મંજુસર રોડ પર આજે સવારે ધોળા દિવસે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાની ઘટના બનતા સ્થાનિક લોકોના ટોળામાં આશ્ચર્ય ફેલાયું હતું આ બનાવની જાણ જિલ્લા પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી છે જેમાં બે બાઈક સવારો દ્વારા ફાયરિંગ કરીને આશરે 30 વર્ષીય ઈસમની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ મરનાર યુવક કોણ છે તેની જાણકારી મેળવતા પ્રાથમિક તપાસમાં દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરા ગોરવા વિસ્તારમાં રહેતા વિશ્વજીત નામનો યુવક હોવાનું જણાઈ આવ્યું છે આ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી તેની પાછળ શું કારણ હતું તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security