Home News Update Crime વડોદરામાં 14 વર્ષની સગીરા સાથે વિધર્મી યુવાનનું દુષ્કર્મ

વડોદરામાં 14 વર્ષની સગીરા સાથે વિધર્મી યુવાનનું દુષ્કર્મ

0
  • સોશ્યલ મીડિયા પર ઓળખ છુપાવી મિત્રતા કરી
  • ટ્યુશનથી છૂટ્યા બાદ બર્થડે પાર્ટીનું જણાવી દુષ્કર્મ આચર્યું
  • યુવકને ફાંસીની સજા થાય તેવી સગીરાના પિતાની માંગ

વડોદરામાં ફરી એકવાર જેહાદી ષડયંત્ર સામે આવ્યું…ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વિધર્મી યુવાને બર્થ ડે પાર્ટીના બહાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે… વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા ગઈકાલે દિવાળીપુરા પાસે ટ્યુશન કલાસમાં ગઈ હતી, ત્યારે આરોપી વિધર્મી યુવાન મોઈન પઠાણ ટ્યુશન ક્લાસ છૂટતા સમયે સ્થળ પર આવ્યો અને સગીરાને તેની બર્થ ડે હોવાથી તેના ઘરે પાર્ટી રાખી હોવાનું કહી ફોસલાવી તેની બાઈક પર બેસાડી તેના ઘરે લઈ ગયો…જ્યાં સગીરા સાથે આરોપી વિધર્મી મોઈન પઠાણે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું, સગીરાના ગળાના ભાગે ઈજા પણ પહોંચાડી…જે મામલે પીડિત સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી…પોલીસે ફરિયાદના આધારે આરોપી મોઈન પઠાણને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડયો…

આરોપી વિધર્મી મોઈન પઠાણે બોગસ ઈન્સ્ટાગ્રામ આઇડી આર્યન નામથી બનાવી સગીરા સાથે મિત્રતા કેળવી, બાદમાં સગીરાને ફસાવી…આરોપી મોઈન પઠાણ સગીરાના ઘર પાસે જ ગેરેજમાં કામ કરતો હતો અને સગીરાના પિતાની લારી પર અવાર નવાર આવતો પણ હતો…પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિધર્મી આરોપી મોઈન પઠાણ મૂળ બિહારનો વતની છે અને વડોદરામાં તાંદલજા વિસ્તારમાં રહે છે…આરોપીની સાથે અન્ય એક યુવતી પણ સંડોવાયેલ હોવાનો આક્ષેપ પીડિત સગીરાના માતા પિતાએ કર્યો છે…સાથે જ લવ જેહાદના ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે…તો પીડિતા સગીરાની માતાએ આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે…મહત્વની વાત છે કે વડોદરામાં લવ જેહાદના ષડયંત્રના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે…ત્યારે કેમ વિધર્મી યુવાનો હિન્દુ યુવતીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે તે સવાલ ઉઠવા પામે છે…ગોત્રી પોલીસે હાલમાં વિધર્મી મોઈન પઠાણની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version