Home News Update My Gujarat કાનપુરમાં વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી...

કાનપુરમાં વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા…કોઈ જાનહાનિ નહિ…

0

Published By : Aarti Machhi

મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રીના સમયે કાનપુરના ભીમસેન સેક્શનમાં ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેન નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. હાલ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન અથવા રેલવે સ્ટેશન સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવી છે અને બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.ડ્રાઇવરના જણાવ્યા મુજબ, પ્રથમ દૃષ્ટિએ પથ્થર એન્જિનને અથડાયો હતો અને એન્જિનના પશુ રક્ષકને ખરાબ રીતે નુકસાન થયું હતું.

નોર્થ સેન્ટ્રલ રેલ્વેએ જણાવ્યું હતું કે બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તો અનેક ટ્રેનો મોડી પડશે. કાનપુરથી મધ્યપ્રદેશના બુંદેલખંડ જતી ટ્રેનો રદ કરવામાં આવી હતી.

https://narmadanews.co.in/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-17-at-11.56.42.mp4

દરમિયાન ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થળ પરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા મુસાફરોને કાનપુર સેન્ટ્રલ મોકલવામાં આવી રહ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે:
પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353
કાનપુર 0512-2323018, 0512-2323015
મિર્ઝાપુર 054422200097
ઈટાવા 7525001249
ટુંડલા 7392959702
અમદાવાદ 07922113977
બનારસ શહેર 8303994411
ગોરખપુર 0551-2208088

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version