Published by : Anu Shukla
- ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.4નો વધારો ઝીંકાયો છે.
- પાઈપલાઈનથી રાંધણગેસ મેળવતા શહેરના 2.16 લાખ ગ્રાહકોને વધુ એક ફટકો પડશે.
વડોદરામાં ગેસ લિમીટેડે વધુ એક વખત ભાવ વધારો કર્યો છે. ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ.4નો વધારો ઝીંકાયો છે. જેનાથી પાઈપલાઈનથી રાંધણગેસ મેળવતા શહેરના 2.16 લાખ ગ્રાહકોને વધુ એક ફટકો પડશે. અગાઉ ગેસનો ભાવ ટેક્સ સહિત રૂ.46.20 પ્રતિ યુનિટ હતો, અને હવે નવો ભાવ ટેક્સ સાથે રૂ.50.40 પ્રતિ યુનિટ થયો છે.
હવે ભાવ વધારાની મોસમ શરૂ થઈ ગઈ !
ચૂંટણી પૂરી થતા જ હવે ભાવ વધારાની મૌસમ શરૂ થઈ ગઈ છે. વાહનચાલકોને મોંઘવારીનો ઝટકો મળ્યો છે. તો આ તરફ અદાણી CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 કરી દીધો છે.. મહત્વનું છે કે ચૂંટણી પહેલા રાજ્ય સરકારે CNG પર 10 ટકા વેટ ઘટાડ્યો હતો. જેના કારણે બેફામ રીતે વધેલા CNGના ભાવમાં થોડી રાહત મળી હતી. પરંતુ હવે આ રાહત પર ધીમે-ધીમે ઝટકા આપવાનું શરૂ થઈ ગયું છે. અદાણી ગેસ બાદ અન્ય ગેસ કંપનીઓ પણ CNGના ભાવ વધારે તેવી શક્યતા છે.