Home News Update My Gujarat વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક...

વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત થયું…

0

Published By:-Bhavika Sasiya

વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત થયું હોવાના તેમજ છ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગતો સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાત હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળકાય ક્રેઇન મારફતે ગાર્ડર ગોઠવવાની કામગીરી ચાઇ રહી હતી.

આ દરમિયાન ક્રેઇનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરી રહેલા એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. જ્યારે છ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સૂત્રો દ્વારા મળી છે.

ઘટનાની જાણ થતાં કરજણ SDM,કરજણ મામલતદાર તેમજ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version