Published by : Rana Kajal
- ભરૂચ જિલ્લાની વધુ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાય તેવી સંભાવના…
ભરૂચ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે વડોદરાના સમા વિસ્તારમાંથી બે રીઢા બાઈક ચોરો ઝડપાયા હતા. જેમણે વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાંથી બાઈક ચોરી કરી હોવાનુ કબુલ્યું હતું. વડોદરાના સમા વિસ્તારમાંથી પોલીસે બે રીઢા બાઈક ચોરો અર્જુન નાગજીભાઈ વાઘેલા રહે… વેડચ જંબુસર જિ. ભરૂચ અને તેના સાગરીત મહેશ મોહનભાઈ વાઘેલા રહે… રેલ્વે સ્ટેશન નજીક જંબુસર જિ. ભરૂચની અટક કરી હતી. પોલીસની પૂછપરછ દરમીયાન બન્ને આરોપીઓએ વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાંથી બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના પગલે ભરૂચ જિલ્લાની બાઈક ચોરીના બનાવોના ભેદ ખુલે તેવી સંભાવના જણાઈ રહી છે




