Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentવર્ષ 2023માં 12 નવા ઓટીટી...હવે તો ઓટીટીની નજર ટીવીનાં પ્રભુત્વવાળાં નાના શહેરો...

વર્ષ 2023માં 12 નવા ઓટીટી…હવે તો ઓટીટીની નજર ટીવીનાં પ્રભુત્વવાળાં નાના શહેરો પર પણ….

વર્ષ 2023માં ઓટીટીની નજર દેશના ટીવીનુ પ્રભુત્વ ધરાવતા નાના શહેરો પર પણ હોવાથી ઓટીટી પ્લેટફોર્મ વધુ વિકાસ પામે તેમ જણાય રહ્યું છે..

વર્ષ 2023ઓટીટીનાં નામે રહેશે. કારોનાકાળનાં બે વર્ષમાં ઓટીટીએ પાંચ વર્ષમાં થાય તે હદ સુધી ગ્રોથ કરવામાં સફળતા મેળવી છે. સરળ વ્યુઇંગ પેટર્નનાં કારણે દેશમાં ઓટીટીનાં દર્શકો સતત વધી રહ્યા છે. હજુ દેશમાં 40થી 50 ઓટીટી પ્લેટફોર્મ છે. 2023નાં અંત સુધી 10થી 12 નવા ઓટીટી પ્લેટફોર્મ લોંચ થવાની શક્યતા છે. હાલમાં દેશમાં 43 કરોડ દર્શકો છે તે પૈકી 13 કરોડ પેઇડ સબ્સક્રાઇબર્સ છે. આવનાર સમયમાં ઓટીટી પ્લેટફોર્મનું ધ્યાન રેવેન્યુ વધારવા પર રહેશે. ઓટીટી હજુ સુધી માર્કેટ વધારવા પર કામ કરી રહ્યા હતા અને મેટ્રો શહેર પર ધ્યાન આપી રહ્યા હતા. ઓટીટી પ્લેટફોર્મ હવે મધ્યમ અને નાના શહેરોમાં દર્શકો વધારવા પર ધ્યાન આપશે કારણ કે અહીં શક્યતા ખૂબ વધારે છે.

છેલ્લા 15-20 વર્ષમાં ટીવી ઘરે ઘરે પહોંચી ગયા છે. જો કે બાર્કના આંકડા દર્શાવે છે કે, દેશમાં ટીવી દર્શકોની સંખ્યા 2018નાં સ્તરથી 10 ટકા ઘટી ગઇ છે. બીજી બાજુ, દેશમાં ઓટીટીનું નેટવર્ક અતિ ઝડપથી વધી રહ્યુ છે, હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આ બાબતની શક્યતા વધારે છે કે ભવિષ્યમાં નાના શહેરોઅને અને ગામડાઓમાં ઓટીટી ટીવીનાં પ્રભુત્વને ખતમ કરી દેશે. ઓટીટી પ્લેટફોર્મ પોતાના નેટવર્કને વધારવા અને ટીવીનાં પ્રભુત્વને તોડવા માટે લાઇવ સ્પોર્ટસ પ્રોગ્રામ પણ દર્શાવે છે.

યુટ્યુબ હજુ ફ્રી રહેશે

યુટ્યુબ મોડલ ખુબ મજબુત છે. તમામ પ્લેટફોર્મ યુટ્યુબથી લિંક છે. કોઇ કંટેન્ટ સર્ચ કરવા ઇચ્છે તો સૌથી પહેલા યુટયુબ પર જ જાય છે. દેશમાં 47 કરોડ યુટ્યુબ યુઝર્સ છે, જે વધીને 2025 સુધી 84 કરોડ સુધી પહોંચી જશે. હજુ યુટૂયુબ ફ્રી જ રહેશે. જેથી તે દેશમાં વધુને વધુ લોકો સુધી પહોંચી શકશે.

સિનેમા વિરુદ્ધ ઓટીટી

સમય બદલાતો રહે છે. જ્યારે વીસીઆરની શરૂઆત થઇ ત્યારે કહેવામાં આવ્યુ કે સિનેમા બંધ થશે. ત્યારબાદ ડીવીડી, સેટેલાઇટ, ટીવી. એચડી, હોમ વ્યુઇંગ તેમજ હવે ઓટીટી છે. માર્કેટ ્પ એન્ડ ડાઉન થતા રહેશે. જો કે, કન્ટેન્ટ પ્રીમિયમ રહેશે. વોર્નર બ્રધર્સે પહેલા તમામ સારી ફિલ્મો એચબીઓ મેક્સ પર મૂકી દીધી હતી, પરંતુ હવે કોરોના ખતમ થયા બાદ તેઓ તમામ ફિલ્મો થિયેટરમાં લાગી રહ્યા છે. સર્વાઇવ કરવા માટે દરેક પ્લેટફોર્મને ખુબ મહેનત કરવી પડશે. 2023 દર્શકોની દ્રષ્ટિએ ખુબ શાનદાર રહેશે. લોકોને ક્વાલિટી કંટેન્ટ મળશે. એમ ગિરીશ જોહાર પ્રોડ્યુસરએ જણાવ્યુ હતું..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security