Home Bharuch વિદાય લેતા આચાર્ય ચાવડાનો હુંકાર: ઠાકોરભાઈ પટેલનો વિદ્યાર્થી ક્યાંય પણ પાછળ પડશે...

વિદાય લેતા આચાર્ય ચાવડાનો હુંકાર: ઠાકોરભાઈ પટેલનો વિદ્યાર્થી ક્યાંય પણ પાછળ પડશે નહીં.

0

બ્લોગ : ઋષિ દવે 

Published By : Aarti Machhi

‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ સૂત્રને સાકાર કરવા કોલેજના શિક્ષણ અને બિનશૈક્ષણિક સ્ટાફ ‘ટીમ લગાન’ બનાવી મર્યાદિત વિદ્યાર્થીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે રહી અમર્યાદિત સફળતા પ્રાપ્ત કરવા રાત દિવસ એક કર્યા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર મૃતપ્રાય થયેલી સંસ્થાને પુનઃ જીવનદાન આપવાનો પરિણામલક્ષી પ્રયત્ન કર્યો એ શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પૂર્વ દિવસે સરસ્વતી સન્માન સમારોહ વર્ષ 2023-24ના રોજ યોજાયો હતો.

સતત ત્રણ દાયકા સુધી પ્રધ્યાપકથી પ્રિન્સિપાલ સુધી ફરજ બજાવનાર પ્રિન્સિપાલ ડો. કે.એસ.ચાવડાને એડમિનિસ્ટ્રેટર ચિરાગ દેસાઈએ સન્માનપત્રનું વાંચન કર્યું અને સમારંભના અધ્યક્ષ પૂર્વમંત્રી અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ અર્પણ કર્યું હતું.

કોલેજના આચાર્ય વયમર્યાદાના કારણે નિવૃત્તિ લે ત્યારે વિદાય-સન્માનમાં એમનો આખો પરિવાર તેમજ સ્ટાફ હાજર રહે એ જ બતાવે છે કે સમગ્ર પરિવારે કડકિયાથી ઠાકોરભાઈ પટેલ કોલેજ સુધીની સંઘર્ષમય યાત્રાના સાક્ષી રહ્યા. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી હોવાના નાતે જણાવ્યું કે એક કાળે કોલેજનો વિદ્યાર્થી સમયાંતરે કોલેજ ટ્રસ્ટનો કર્તાહર્તા બને એવું શિક્ષણ જગતમાં જવલ્લે જ બને છે, એ અંકલેશ્વરમાં બન્યું છે. વમળનાથ ટ્રસ્ટે અનેક વમળોને પાર કર્યા છે. અહીં ઉપસ્થિત જે વિદ્યાર્થીઓ છે તેમના માતા પિતા બનવાનો શ્રેય આ કોલેજના બધા પ્રાધ્યાપકોને ફાળે જાય છે. એ સૌને ટ્રસ્ટ વતી લાખ લાખ અભિનંદન.

અધ્યક્ષ ઈશ્વરસિંહ પટેલે ગર્વભેર જણાવ્યું હતું કે આ તકે હુ એચ.એમ.અમીન અને ડો. જગદીશ ગુર્જર કે જેઓ આ કોલેજના સુકાની હતા એમને ભાવાંજલિ અર્પણ કરું છું, ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેમણે શ્રીમતી કુસુમબહેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું ટ્રસ્ટ ક્રમાંક સાથે સ્થાનાંતર કરવા માટે હકારાત્મક સૂચન અને માર્ગદર્શન આપ્યા હતા. જીનવાલા હાઇસ્કુલ, એમ.ટી.એમ. ગર્લ્સ હાઇસ્કુલ, અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી આ કેમ્પસમાં કોલેજ શરૂ થઈ જેમાં આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ હતા. આજે 23-24માં વર્ષમાં 880 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બી.એ, બી.કોમ, એમ.એ., એમ.કોમ અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થી યુનિવર્સિટી કક્ષાએ પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવે છે એમને જ્યાં સુધી આ કોલેજમાં અભ્યાસ કરે છે એમની ફી ટ્રસ્ટ ભરે છે. એટલું જ નહીં જે વિદ્યાર્થીઓ રમતગમત, ખેલમહાકુંભમાં યુનિવર્સિટી અને રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ વિજયી બને છે તેમની પણ ટ્રસ્ટ ફી ભરે છે. જેનો લાભ આ વર્ષે ત્રણ વિદ્યાર્થીઓ લઇ રહ્યા છે. આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય એવી અમારી અપેક્ષા છે.

જે દિવસે કડકિયાથી શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજનો વિચાર થયો એ દિવસથી કર્મચારીગણે પેન્શન કે નિવૃત્તિ નહીં લેવાનો સંકલ્પ કરેલો, માત્ર ઉચ્ચ ગુણવત્તાસભર વિદ્યાર્થીઓને તૈયાર કરવા એ જ લક્ષ રાખી આ સરસ્વતી યજ્ઞમાં સૌ આહુતિ આપતા રહ્યા. જેના પરિણામે અમે અપાર સિદ્ધિઓ હાંસલ કરી છે. આવતા વર્ષોમાં અંદાડા પાસે પાંચ એકર જમીનમાં આકાર લેશે. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જેમાં 1000  વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી ભારતના શ્રેષ્ઠ નાગરિક બની પોતાનું, કોલેજનું અને અંકલેશ્વરનું નામ સુવર્ણ અક્ષરે લખશે એ જ અમારી ઈશ્વરને પ્રાર્થના. મા સરસ્વતી શારદાના ચરણોમાં વંદન, વંદે માતરમ, ભારત માતાકી જય.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version