Home News Update Health શાકાહારીઓમાં હોય છે B12 ની ઉણપ.. જાણો તેના ઉપાય વિશે…

શાકાહારીઓમાં હોય છે B12 ની ઉણપ.. જાણો તેના ઉપાય વિશે…

0

Published By : Disha PJB

દર ચોથી-પાંચમી વ્યક્તિની ફરિયાદ હોય છે કે દિવસમાં બે વખત પૂરતો ખોરાક લેવા છતાં શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી, થોડું કામ કરતાં જ થાકી જવાય છે અને માથું ભમવા લાગે છે.

એવી પણ ફરિયાદો મળે છે કે ક્યારેક કારણ વગર પણ સખત કંટાળો આવે છે, એક જગ્યાએ લાંબો સમય બેસી રહીએ તો પગમાં ખાલી ચડી જાય છે, રાતે સૂવા પડીએ તો આખું શરીર દુખતું હોય છે, યાદશક્તિ પણ ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે. આ લક્ષણો વિટામિન બી કૉમ્પ્લેક્સની ઊણપ બતાવે છે.

કુલ આઠ પ્રકારનાં વિટામિન બી હોય છે. B1,B2,B3,B5,B6,B7,B9,B12 મળીને વિટામિન બી કૉમ્પલેક્સ તરીકે ઓળખાય છે.

B12ના મુખ્ય સ્રોત દૂધ, ચીઝ, દહીં, ઈંડાં, લાલ માંસ, ચિકન, માછલી અને ઘાટી લીલી શાકભાજી (પાલક, બ્રોકોલી) છે.

વધુ પડતી ઊણપને કારણે ઉપર જણાતી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ ટૅબ્લેટ અને ઇન્જેક્શન સ્વરૂપે સપ્લિમૅન્ટ તરીકે લઈ શકાય.

કેટલાક લોકો વિટામિન બી12ની ટૅબ્લેટ લગભગ રોજ લેતા હોય છે, જે શરીર માટે ફાયદાકારક રહે છે. (આ અંગે ડૉક્ટરની સલાહ અચૂક લેવી.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version