નવસારીમાં આવેલી એક શાળાએ ગણિતના શિક્ષકની ભરતી માટેની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં ઉમેદવારો માટે ગણિતનો દાખલો મુકવામાં આવ્યો હતો. જે પણ ઉમેદવાર આ દાખલો ઉકેલી શકશે તેને એમાં જ શાળાનો મોબાઈલ નંબર મળી રહેવાની જાહેરાત કરાઈ હતી. જે પણ ઉમેદવાર દાખલાને ઉકેલી અને મોબાઈલ નંબર મેળવી આપે તેને નોકરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તાશ્રમ શાળાએ ધોરણ 11 અને 12માં ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે આ પદ્ધતિ શોધી નાખી હતી. આ પદ્ધતિને લઈ કેટલાય ઉમેદવારોએ કોશિશ પણ કરી હતી અને ગોથા પણ ખાધા હતા. જો કે શાળાએ દાખલો ઉકેલનાર 8 ઉમેદવાર પૈકી સૌથી એક ઉમેદવારને નોકરી મળી પણ ગઈ છે. નવસારીના શિક્ષક ચિંતન ટંડેલએ આ દાખલાનો ઉકેલ લાવતા તેઓને નોકરી મળી છે. જો કે અનોખી પ્રક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેમજ લોકો શાળાના અનોખા પ્રયાસને બિરદાવી રહ્યા છે.
શિક્ષકની ભરતીની જાહેરાતમાં જ શિક્ષકની પરીક્ષા….
RELATED ARTICLES




