Home BOLLYWOOD શ્રીદેવીની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મને ચીનમાં કરાશે રિલીઝ…

શ્રીદેવીની ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મને ચીનમાં કરાશે રિલીઝ…

0

Published by : Anu Shukla

  • પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ખાસ નિર્ણય
  • એક ચાઈનીઝનું પાત્ર ધરાવતી ફિલ્મ ચીનમાં છ હજાર સ્ક્રીન પર રિલીઝ થવાની છે

બોલીવૂડની સ્વ.અભિનેત્રી શ્રીદેવીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમની બહુ વખણાયેલી ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ચીનમાં રિલીઝ કરવામાં આવશે. ગૌરી શિંદેની આ ફિલ્મની રિલીઝ ૨૦૧૨માં થઇ હતી.

આ ફિલ્મને ચીનમાં ૬,૦૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે સહકલાકાર તરીકે એક ચાઈનીઝ બેકગ્રાઉન્ડ ધરાવતું પાત્ર પણ છે. ચીની વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અમેરિકા ભણવા જતા હોય છે અને ત્યારે તેમને ભાષાકીય પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આથી ચીનનું ઓડિયન્સ આ ફિલ્મ સાથે તુરંત કનેક્ટ થઈ શકશે એવી અપેક્ષા સેવાય છે.

ચીનમાં રિલીઝ થનારી શ્રીદેવીની આ બીજી ફિલ્મ હશે. આ પહેલા તેમની ‘મોમ’ ફિલ્મ પણ ચીનમાં રિલીઝ થઇ હતી. જેણે બોક્સ ઓફિસ પર તગડું કલેકશન કર્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version