Published by : Rana Kajal
હિન્દી ભાષા માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પણ ખૂબ પ્રખ્યાત છે. વિશ્વના ઘણા દેશોમાં હિન્દી ભાષા બોલાઇ રહી છે. ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ હિન્દી ભાષા લોકપ્રિય છે જે દેશોમાં ફીજીનો સમાવેશ થાય છે ફિજીની લગભગ 38 ટકા વસ્તી ભારતીય મૂળની છે અને હિન્દી બોલનારાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. ફિજી ઘણા ટાપુઓથી બનેલો ટાપુ દેશ છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ ફિજીની મુલાકાત લે છે જ્યાં લોકો ફિજી મ્યુઝિયમ, કોલો-એ-સુવા, શ્રી સુવા સુબ્રમણ્ય મંદિર, સિગાટોકા સેન્ડ ડ્યુન્સ વગેરેની મુલાકાત લે છે. તે હિન્દીભાષી દેશોમાંનો એક છે, કારણ કે અંગ્રેજો ભારતીયોને શેરડીની ખેતી કરવા માટે ફીજી લાવ્યા હતા. આ ઉપરાંત મોરેશિયસ એ હિંદ મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે. અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. લગભગ ત્રણ સદીઓ સુધી, બ્રિટિશ, ડચ અને ફ્રેન્ચની સત્તા મોરેશિયસ મા હતી.
અંગ્રેજોના સમયમાં ભારતમાંથી ગુલામોને અહીં કામ માટે લઈ જવામાં આવતા હતા. તેમજ 500 વર્ષ પહેલા સિંગાપોરને બૃહદ ભારતનો ભાગ માનવામાં આવતો હતો. અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો રહે છે. તેમજ આ દેશમાં તમિલ ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે અને અહીં હિન્દી ભાષા બોલતા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. સિંગાપોર ભારતીય પ્રવાસીઓ માટે પણ મુખ્ય પ્રવાસન સ્થળ છે. જ્યારે નેપાળમાં હિન્દી બોલનારાઓની સંખ્યા ઘણી વધારે છે. તેમજ સમજનારા લોકો મોટી સંખ્યા નેપાળમાં પણ રહે છે. નેપાળમા બોલિવૂડ ફિલ્મો અને ભારતીય ચેનલોને પ્રાથમિકતા આપવામાં આવે છે. નેપાળમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા પણ સારી છે. કાઠમંડુ, નાગરકોટ, ભક્તપુર, સાગરમાથા નેશનલ પાર્ક, ચિતવન નેશનલ પાર્ક વગેરેની મુલાકાતે મોટી સંખ્યામા ભારતીયો આવે છે તેમજ ભલે ભારત સાથે પાકિસ્તાનના સંબંધ સારા ન હોય તેમ છતા વિભાજન પહેલા પાકિસ્તાન ભારતનો ભાગ હતો.આજે પાકિસ્તાનમાં ઉર્દૂ અને અંગ્રેજી સત્તાવાર ભાષાઓ છે. પરંતુ અહીંના લોકો હિન્દી, પંજાબી, સિંધી, પશ્તો, બલોચી જેવી ભાષાઓ પણ બોલે છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા મા પણ હિન્દી ભાષા લોકપ્રિય છે ભારતના શાસન દરમિયાન દક્ષિણ આફ્રિકા પર પણ અંગ્રેજોનું શાસન હતું. જોકે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજી અને આફ્રિકન્સ સત્તાવાર ભાષાઓ છે. પરંતુ હિન્દી અન્ય ઘણી પ્રાદેશિક ભાષાઓ સાથે બોલાય છે.




