Home Uncategorized સાહિબગંજમાં ફાટી નીકળેલ હિંસા… એક પોલીસકર્મી સહિત છ ઘાયલ … હાલ સ્થિતિ...

સાહિબગંજમાં ફાટી નીકળેલ હિંસા… એક પોલીસકર્મી સહિત છ ઘાયલ … હાલ સ્થિતિ નિયંત્રણમાં…

0

Published By :- Bhavika sasiya

રામનવમી અને ત્યાર પછીના દિવસોમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં હિંસાના બનાવો બન્યા છે. ત્યારે ઝારખંડ ના સહિબગંજ વિસ્તાર માં હિંસા ફાટી નીકળતા પથ્થર મારાના બનાવમાં ઍક પોલીસ કર્મચારી સહીત કુલ 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં માતાજીની મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારામાં પોલીસ અધિકારી સહિત છ લોકો ઘાયલ થયા. શનિવારે રાત્રે બે સમુદાયના લોકો વચ્ચેની અથડામણમાં ઘણી દુકાનો અને વાહનોને પણ નુકસાન થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સાહિબગંજના ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે સાહિબગંજ શહેરમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની સરઘસ કાઢવામાં આવી રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ કિહારીપાડામાં પથ્થરમારો કર્યો હતો. જેના પગલે હિંસા ફાટી નીકળી હતી યાદવે એમ પણ જણાવ્યું કે સાહિબગંજ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર રાજેન્દ્ર કુમાર દુબેને માથામાં ઈજા થઈ હતી, પરંતુ સારવાર બાદ તેમની સ્થિતિ સ્થિર છે. અને અન્ય લોકો પણ ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે જૉકે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version