- મિશન મજનુમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે રૉ એજન્ટના કિરદારમાં
- સિદ્ધાર્થ સાથે જોડી જમાવતી જોવા મળશે રશ્મિકા મંદાના
- કિઆરા અડવાણી તરફથી સ્પેશયલ અને બેસ્ટ રિએક્શન મળ્યું
ઐયારી’ અને ‘શેરશાહ’ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મ ‘મિશન મજનુ’નું ટીઝર ગઈકાલે રિલીઝ થયું હતું અને તેના પર સિદ્ધાર્થના ફૅન્સે અદભુત પ્રતિસાદ આપ્યો છે ત્યારે તેના પર સૌથી ક્યૂટ રિસ્પોન્સ તેની કો-સ્ટાર કિઆરા અડવાણીએ આપ્યું છે, અને સૂત્રોની વાત માનીએ તો કીઆરા અને સિદ્ધાર્થ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે ત્યારે સિદ્ધાર્થ માટે તેની લેડી લવ તરફથી સ્પેશયલ અને બેસ્ટ રિએક્શન મળ્યું છે.
ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર બંનેની લવ સ્ટોરી શરુ થઈ હતી અને આવતા વર્ષે બંને જણા લગ્ન કરશે તેવી અટકળો પણ ચાલી રહી છે ત્યારે સિદ્ધાર્થને કિઆરા તરફથી તેની આગામી ફિલ્મ માટે સૌથી બેસ્ટ કોમ્લીમેન્ટ્સ મળે તે સ્વવભાવિક છે.
‘મિશન મજનુ’ આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ્સમાની એક છે. રશ્મિકા મંદાનાની ‘ગુડબાય’ પહેલા ‘મિશન મજનુ’ રિલીઝ થવાની હતી. વાત કરીએ ‘મિશનમજનુ’ના ટિઝરની તો ફિલ્મની વાર્તા વર્ષ 1971ની આસપાસ ભારત-પાકિસ્તાનના યુદ્ધ આકાર લે છે. પાકિસ્તાન ભારત પર ન્યુક્લિઅર એટેક કરવાનું હોય છે અને રૉ એજન્ટ્સ આ મિશનને કેવી રીતે અટકાવે છે.આ ફિલ્મમાં રશ્મિકા એક પાકિસ્તાનની છોકરીના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની હીરોઇક એન્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચે છે, આ ફિલ્મને શાંતનુ બાગચીએ ડિરેક્ટ કરી છે અને તે આગામી 20 જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.




