Home News Update Health સિપલા (CIPLA ) કંપનીની પ્રગતિની ગાથા…રૂ 2 લાખ રૂપિયાથી થઈ હતી CIPLA...

સિપલા (CIPLA ) કંપનીની પ્રગતિની ગાથા…રૂ 2 લાખ રૂપિયાથી થઈ હતી CIPLA કંપનીની શરૂઆત…

0

Published By : Parul Patel

  • હાલમાં રૂ 6 હજાર કરોડનું ટર્નઓવર અને 86 દેશોમાં માર્કેટિંગનુ માળખું ધરાવતી સિપ્લા કંપની.
  • આ કંપની .રૂ 2 લાખ રૂપિયાથી થઈ હતી શરુ
  • સિપ્લા ભારતની ત્રીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની

માનવીઓની દવાની દુનિયામાં ઘણી કંપનીઓ છે. પરંતુ સિપલા કંપનીની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. હાલમાં દુનિયાભરમાં 47 જગ્યાએ CIPLA મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ ધરાવે છે. જોકે કંપનીની શરૂઆત માત્ર 2 લાખ રૂપિયાથી થઈ હતી. હવે તેનુ ટર્ન ઓવર રૂ 6 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

સિપલા (CIPLA) કંપની અંગે જાણીશું:

સિપ્લા કંપનીની જેને સ્થાપના કરી એવા અબ્દુલ હમીદને કેમેસ્ટ્રીમાં રસ હતો. પરંતુ 1920માં તેમના પિતાના કહેવાથી મેટ્રિક પછી, હમીદ કાયદાનો અભ્યાસ કરવા માટે યુનાઇટેડ કિંગડમ ગયા, પરંતુ તે જર્મની પહોંચી ગયા. ત્યારે જર્મની કેમેસ્ટ્રીનાં ક્ષેત્રમાં વિશ્વમાં મોખરે હતું. જ્યાં હમીદે એક જર્મન યહૂદી મહિલા સાથે લગ્ન કર્યા. હમીદે જોયું કે ભારતમાં દવાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાને બદલે બ્રિટન તેમના દેશમાં બનેલી દવાઓ ભારતમાં મોકલી રહ્યું છે. હમીદને ગાંધીજીએ પ્રેરણા આપી. હમીદે અસહકારની ચળવળ વખતે જ નક્કી કર્યું કે માત્ર વિદેશી માલનો બહિષ્કાર કરવાથી કામ નહીં ચાલે. જો આગળ વધવું હોય તો પરિવર્તન માટે ભારતીયોએ આગળ આવવું પડશે.

હમીદે 1935માં કેમિકલ, ઇન્ડસ્ટ્રિયલ અને ફાર્માસ્યુટિકલ લેબોરેટરીઝ નામની પોતાની કંપની 2 લાખ રૂપિયાથી શરૂ કરી જે પછીથી સિપ્લા બની.
હમીદની કંપનીએ 1937થી દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું, પરંતુ માર્કેટિંગ તેમના માટે મોટો પડકાર હતો પરંતુ અને નવી કંપની હોવાથી ડોક્ટરોને સિપ્લાની દવાઓ પર વિશ્વાસ નહોતો. કંપનીને તેમની દવાઓના માર્કેટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દવા ભારતીય બનાવટની હતી તેનું સંશોધન પણ ભારતમાં થયું હતું અને ઉત્પાદન પણ ભારતમાં થયું હતું. આવી સ્થિતિમાં ડોક્ટરો સહિત સામાન્ય લોકો તેમની પ્રોડક્ટ પર વિશ્વાસ કરી શકતા ન હતા.કંપની ખર્ચ પણ વસૂલવામાં સક્ષમ ન હતી. કંપનીની એલર્જીની દવા ‘Okasa’ હતી, જેનું સારું વેચાણ થતું હતું.

જયારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ભારતમાં બહારથી દવાઓ આવવી મુશ્કેલ બની ત્યારે એ સમય સિપ્લા માટે વરદાન સાબિત થયું હતું. હોસ્પિટલો અને ડૉક્ટરોને ભારતમાં બનેલી દવાઓનો ઉપયોગ કરવાની ફરજ પડી, અને સિપ્લા પર વિશ્વાસ વધ્યો. આફ્રિકા હજુ પણ સિપ્લાને એઇડ્સના રોગચાળામાંથી બચાવવા બદલ આભાર માને છે.

1981માં દુનિયાને એક નવી બીમારી વિશે ખબર પડી. નામ હતું એઇડ્સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ. આ રોગ આફ્રિકામાં સૌથી વધુ ફેલાય છે. 2000 સુધીમાં, એઇડ્સ આફ્રિકામાં દર વર્ષે હજારો લોકોને મારી રહ્યો હતો. આ રોગ અસાધ્ય હતો. અમેરિકા અને યુરોપમાં બનતી દવાઓની કિંમત એટલી વધારે હતી કે આફ્રિકા જેવા ગરીબ દેશોના લોકો તેને ખરીદી શકતા ન હતા. 2000માં જ યુરોપમાં એચઆઈવી કોન્ફરન્સ યોજાઈ તેમાં એક ભારતીય પણ હતો. તેમનું નામ ખ્વાજા હમીદના પુત્ર યુસુફ હમીદ હતું. આ કોન્ફરન્સમાં બોલવા માટે તેમને માત્ર 3 મિનિટનો સમય આપવામાં આવ્યો અને આ 3 મિનિટમાં તેણે 3 વચનો આપ્યાં. સૌપ્રથમ, અમારી કંપની ફક્ત 36,500 રૂપિયાના વાર્ષિક ખર્ચે એઇડ્સની દવાઓ બજારમાં લાવશે. બીજું, કંપની ગરીબ દેશો સાથે આ દવા બનાવવાની ટેક્નોલોજી શેર કરશે. અને ત્રીજું કે કંપની માતાથી બાળકમાં ફેલાતી એઇડ્સની દવા વિનામૂલ્યે આપશે. આ જાહેરાતથી અમેરિકા અને યુરોપની ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

1999માં, સિપ્લાએ જેનરિક દવાઓ રજૂ કરી. વાસ્તવમાં જેનેરિક દવાઓ એવી હોય છે જેની પોતાની બ્રાન્ડ હોતી નથી. જ્યારે પણ દવાની ફોર્મ્યુલા બજારમાં જાહેર કરવામાં આવે છે, ત્યારે તે કોઈપણ બ્રાન્ડ દ્વારા બનાવી શકાય છે. સિપ્લાએ આવી દવાઓનું ઉત્પાદન કરવાનું પણ શરૂ કર્યું અને હાલમાં તે ભારતમાં જેનરિક દવાઓ બનાવતી દેશની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version