Published by : Rana Kajal
સુરત શહેરના સચિન વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આજરોજ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. સચિન પોલીસે હાલ આ મામલે આપઘાતનો ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કિશોરી ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી...
સુરત શહેરમાં દિવસે આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ નાની-નાની વાતે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે સચિન વિસ્તારમાં આવેલ બોદંડ ગામમાં રહેતી 17 વર્ષીય રોશનીબેન નાનુભાઈ રાઠોડ જેઓ ધોરણ 12 આર્ટસમાં અભ્યાસ કરે છે. તેમણે આજરોજ પોતાના ઘરમાં કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવાબ પામી હતી. પોલીસને જાણ કરતા સચિન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને કિશોરીના મૃત દેહનો કબજો મેળવી મોતનું સાચું કારણ જાણવા માટે નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તથા હાલ પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
17 માર્ચના રોજ ધોરણ 12ની પહેલી એક્ઝામ હતી...
આ બાબતે મૃતક રોશનીના ભાઈ સુનિલ રાઠોડ જણાવ્યું કે, મારી બહેને ગળે ફાસો ખાઈ જીવંત ટૂંકાવી લીધું છે. તેઓ ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યા હતા. તેમની 17 માર્ચના રોજ ધોરણ 12ની પહેલી એક્ઝામ હતી. પરંતુ મારી બહેને પરીક્ષાના કારણે આપઘાત નથી કર્યો પરંતુ છોકરા જોડે વાત ન કરતી તેને લઈને તેણે આપઘાત કર્યો છે. એવું તેમણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મને છોકરા જોડે વાત નથી કરવા દેતા જેથી મેં આ પગલું ભરી રહ્યું છું. જોકે આ પહેલા પાંચ છ મહિના પહેલા આ બાબતની પરિવારને જાણ થઈ ગઈ હતી. આજે બપોરે 2:00 વાગ્યે આપઘાત કર્યો હતો. મને મારા કાકાની છોકરી બોલાવા આવી ત્યારે ખબર પડી કે, રોશનીએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.
કિશોરીની બોડી કબજે કરી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો...
આ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હેમંત જણાવ્યું કે, આ ઘટના બપોરે 2:00 વાગ્યાની છે. ક્યારેક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને આ બાબતની જાણ કરવામાં આવી હતી.જેથી અમે મૃતક કિશોરી રોશનીબેન નાનુભાઈ રાઠોડ જેઓ 17 વર્ષના હતા અને તેઓ સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બોદંડ ગામમાં આવેલ ડુંગળી ફળિયામાં રહેતી હતી.ત્યાં અમે પહોંચ્યા હતા અને કિશોરીની બોડી કબજે કરી પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

માતાએ રોશનીને અભ્યાસમાં ધ્યાન આપવા માટે વારંવાર ટકોર કરતા હતા...
વધુમાં જણાવ્યું કે,તેમના પિતાનું 13 વર્ષ પેહલા કુદરતી મોત થયું હતું. ત્યારે કિશોરીની માતા શીલાબેન રાઠોડ અને નાની ઘરે-ઘરે જઈ કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા હતા. અને એમ કરીને તેઓએ દીકરીને મોટી કરી હતી. જોકે બોર્ડની એક્ઝામ નજીક આવતા માતાએ રોશનીને અભ્યાસમાં ધ્યાન આપવા માટે વારંવાર ટકોર કરતા હતા. અને મોબાઈલ થોડા દિવસ સાઈડ ઉપર મૂકીને અભ્યાસમાં ધ્યાન આપશે તો સારા નંબરે પાસ થશે. પરંતુ રોશનીનું ગામમાં જ રહેતો એક છોકરા જોડે પ્રેમ હોય જેથી કિશોરી એમની જોડે વાત કરતી હતા.પરિવારે ના કેહવા છતાં તેઓને આ વાતનું ખોટું લાગી આવ્યું હતું. તેમની બહેન આરતી પણ ધોરણ-12 માં અભ્યાસ કરે છે. બોર્ડની એક્ઝામને લઈને ખુબ જ ગંભીર હતી. જેથી તેઓ એક્ઝામની તૈયારીઓ કરતા હતા.
કિશોરી આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી...
વધુમાં જણાવ્યુંકે, સૌથી પેહલા જ તેમની બહેને આરતીએ જેઓ રસોડામાં જતાં જ તેમણે રોશનીને લટકતી જોઈ તેવો ગભરાઈ ગયા હતા.અને બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. કિશોરી આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. હાલ આ મામલે સુસાઇડ નોટ કબ્જે લઇ પોલિસ આગળની તપાસ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છેકે, રાજ્યભરમાં હાલ ધોરણ 10 અને 12 ની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકો માટે બોર્ડની એક્ઝામમાં સારી રીતે પાસ થાય તે માટે તેઓ પોતાના બાળકો પાછળ લાગી જતા હોય છે. વારંવાર અભ્યાસમાં ધ્યાન આપવા માટે ટકોર પણ કરતા રહે છે. પરંતુ મને લઈને વિદ્યાર્થીઓએ ઘણું બધું શીખવા જેવું છે. આ ઘટનામાં સચિન વિસ્તારની આ વિદ્યાર્થીનીએ નાતો અભ્યાસને મહત્વ આપ્યો ન હતો પ્રેમને આપ્યો હતો. પરંતુ તેમને આપઘાતને મહત્વ આપી આખરે જીવન ટૂંકવી લીધું છે. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
( ઇનપુટ : જયેન્દ્ર પાંડે , સુરત )




