Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateસુરત ટ્રેનમાં ચઢવા જતી મહિલાનું સંતુલન ખોરવાઇ જતા, તેનો પગ લપસતા ટ્રેન...

સુરત ટ્રેનમાં ચઢવા જતી મહિલાનું સંતુલન ખોરવાઇ જતા, તેનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પટકાઈ : આરપીએફના જવાને ફસાઈ ગયેલી મહિલાને સુરક્ષિત રીતે બચાવી…

Published By : Disha PJB

સુરતમાં રેલવે સ્ટેશન ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલા ફસાઈ ગઈ હતી જેને RPFના જવાને બચાવી લીધી હતી.

મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી. આ દરમિયાન RPFના એક જવાને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈને તેનો જીવ બચાવી લીધો હતો. જો બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું.

પ્લેટફોર્મ નંબર બે પર ઊભેલી મેમુ ટ્રેન શરૂ થઇ ત્યારે બે મહિલા મુસાફરો ટ્રેન પકડવા માટે રીતસરની દોડી રહી હતી, જેમાંથી એક મહિલા પેસેન્જરે ટ્રેનના દરવાજાનો એંગલ પકડવાની કોશિશ કરતાં તે પકડી શકી ન હતી અને બેલેન્સ ખોરવાઈ જતાં તે ટ્રેન-પ્લેટફોર્મની વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી. પરંતુ ત્યાં હાજર RPF જવાન અરવિંદ કુમારે આ દૃશ્ય જોતાં તે દોડી ગયો હતો અને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. આ દરમિયાન એક સમયે સ્ટેશન પર ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!