Published By:-Bhavika Sasiya
- સુરતમાં 7, ભરૂચ 4 અને વડોદરા જિલ્લામાં NH48 પર 4 બ્રિજનું નિર્માણ
- વડોદરાથી સુરત વચ્ચે જુના બે લેનના નાળા નવા 4 લેન બનાવાશે
- હાલની અકસ્માત કારક ચોકડીઓ ઉપર ફ્લાયઓવર થકી ને.હા. 48 ને વર્ષ 2026 સુધીમાં સુપર હાઇવે બનાવવાની નેમ
રોડ, રેલ અને વોટર કનેક્ટિવિટીથી ગતિ, સુરક્ષા સાથે ટ્રાન્સપોર્ટેશન તેમજ વાહનચાલકોના સમયનો બચાવ કરવા વડોદરાથી સુરતને સુવર્ણ ચતુર્ભુજ Golden Quadrilateral તરીકે 3 વર્ષમાં વિકસવાશે.
નેશનલ હાઇવે નંબર 48 ને સુપર હાઇવે બનવવા NHAI દ્વારા હાલની સાંકળા નાળા અને ચોકડીઓ ઉપર ટ્રાફિકજામ સાથે અકસ્માતની સમસ્યા હલ કરવા 15 નવા બ્રિજનું નિર્માણ કરાશે.વડોદરાથી સુરત સુધી 150 કિલોમીટરમાં વડોદરા જિલ્લામાં 4, ભરૂચ જિલ્લામાં 4 અને સુરત જિલ્લામાં 7 મળી કુલ 15 નવા બ્રિજનું વર્ષ 2026 સુધીમાં નિર્માણ કરાશે. રૂપિયા 950 કરોડના ખર્ચે આ બ્રિજ બની જતા સુરતથી વડોદરા વચ્ચે બે લેન નાળા, અસુરીયા, વડદલા ચોકડી, ભૂખી ખાડી સહિત ખાતે સર્જાતા અકસ્માતો અને કિલોમીટર લાંબી વાહનોની કતારોમાંથી હાઇવે તેમજ વાહનચાલકોને છુટકારો મળશે. સુપર હાઇવે NH 48 હેઠળ 15 બ્રિજ બનાવવાની કામગીરી બે થી ત્રણ મહિનામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા શરૂ કરી દેશે. જોકે આ 15 બ્રિજના નિર્માણને લઈ ત્રણ વર્ષ સુધી વડોદરા-સુરત વચ્ચે વાહનચાલકોને ડાયવર્ઝન અને ટ્રાફિકજામ સહન કરવો પડશે. જોકે વડોદરા-મુંબઈ 8 લેન એક્સપ્રેસ-વે આ સમયગાળામાં ચાલુ થઈ જતા વાહનહાલકોને રાહત રહેશે.